SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ માનવભવને સર્વથા યોગ્ય કર્તવ્યથી આપણે વંચિત રહી જઈશું. સાચા હૃદયથી શ્રીનવકારનો ભાવ પૂછનાર આત્મા સ્વાભાવિકપણે ત્રિભુવનના 'વિવેકી આત્માઓના પૂજયભાવનો અધિકારી બની જાય છે. તેને તેના માટે કોઈ બાહ્ય પ્રયત્ન કરવો પડતો નથી. આપણે સહુ પણ બહિર્ભાવને છોડીને શ્રીનવકારના ભાવનાં દર્શન કરવાને પ્રયત્નશીલ બનીએ. આવકારદાયક પ્રવૃત્તિ * મંત્રમાં અચિંત્ય શક્તિ છે અને તે શક્તિની પ્રતીતિ પણ લાવે છે. પરંતુ તેવી પ્રતીતિ માટે જોઈતી આમ્નાય અને શ્રદ્ધા આ યુગમાં સાંપડતા નથી તે દુઃખની વાત છે. આમ્નાયનું વિસ્મરણ એવું ગંભીર છે કે સાધારણ અનુષ્ઠાનો કરતી વખતે પણ જાણે સાગરમાં ડૂબકી મારતા હોઈએ તેવું થાય છે અને બુદ્ધિવાદના આ જમાનામાં શ્રદ્ધાનો તો લોપ જ થઈ ગયો છે. આ સઘળું તેના મૂળસ્થાને સ્થાપિત કરવું તે એક ભગીરથ કાર્ય છે. પ્રવચન ઉપરના વાત્સલ્યથી તથા અનેક ભવ્યજીવોને ઉપકારક થાય તે કારણે સૂરિપુંગવ શ્રીહરિભદ્રાચાર્યે મથુરાની પ્રતમાં પંચમંગલ મહાશ્રુતસ્કંધનો જે ભાગ સાંપડ્યો તે પોતાની મતિ પ્રમાણે શુદ્ધ કરીને લખ્યો અને તે યુગપ્રધાન શ્રતધરોએ બહુમાન્ય રાખ્યો. આ પ્રમાણે આમ્નાય શ્રીમહાનિશીથસૂત્રમાં આપણને ઉપલબ્ધ થાય છે. તેના ભેદપ્રભેદનો વિચાર કરીને અભ્યાસ કરીએ તો મને ખાત્રી છે કે એક શ્રુતમાન્ય આમ્નાયનો પુનરુદ્ધાર થઈ શકે અને શુદ્ધ આમ્નાયને કારણે પ્રતીતિ સાંપડે તો શ્રદ્ધાસંવેગ જાગ્રત કરી શકાય. -અમૃતલાલ કાલિદાસ દોશી, બી.એ. ધર્મ-ચિંતન : ૧૪૩
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy