SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ અપૂર્વ નમસ્કાર શ્રીપંચપરમેષ્ટિ ભગવંતોને નમસ્કાર એટલે દેહની સાર્થકતા, વાણીનું સત્ય, પરિણામનું અમૃત. જે ભાગ્યશાળીનો દેહ શ્રીપંચપરમેષ્ટિ ભગવંતોને નમે, તે સ્વાર્થને નમતાં, પ્રણામ કરતાં જરૂર ખચકાય. જે પુણ્યશાળીની જીહ્વા શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોના પરમ પવિત્ર નામના જાપ વડે પવિત્ર થાય, તે અસત્યના ઝેરને ચાખી ન શકે. જે સત્ત્વશાળીનું મન શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોના ઉત્કૃષ્ટતમ ભાવ વડે ભીંજાયેલું હોય, તેને દુર્ભાવનો વિષ કટોરો શે ભાવે ? પોતાના જ સ્વાર્થને પ્રણામ કરવો તે માનવદેહનું અપમાન છે. થાય છે. જીહ્વાને પારકી નિંદાના કાદવવડે ખરડવી તે સભ્યશ્રુતનું અપમાન છે. મનમાં રાગ-દ્વેષને રમવા દેવા તે વિશ્વહિતનું અપમાન છે. નમસ્કારભાવની પવિત્ર અસરવાળો જીવનપ્રવાહ સ્વાર્થના સ્પર્શ વડે દૂષિત નમસ્કાર એટલે પરમાર્થને પ્રણામ. નમસ્કાર એટલે સકલ વિશ્વના જીવોના હિતની ઉત્કૃષ્ટતમ ભાવનાના પરમદાતાર શ્રીતીર્થંકર પરમાત્માને ભાવપૂર્વક ત્રિવિધ પ્રણામ. શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોને ભાવપૂર્વક નમસ્કાર કરવાથી જ નમસ્કારની યથાર્થતા સિદ્ધ થાય છે. સ્વાર્થને પ્રણામ કરવામાં જે ભાવ ખર્ચાય, તેનું જે ફળ તે ચારગતિમય સંસારમાં અધિક રખડપટ્ટી. શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોને નમસ્કાર કરવામાં જે દ્રવ્ય અને ભાવ સાર્થક થાય, તેનું ફળ તે યશ, આરોગ્ય, ઐશ્વર્ય અને વૈરાગ્ય. કેવળ સ્વાર્થને સલામ એટલે સર્વજીવહિતનું અપમાન, શ્રીજિનેશ્વરદેવની આજ્ઞાની વિરાધના. સરનામું ખોટું હોય તો ટપાલ ગેરવલ્લે જાય, તેમ શ્રીનવકારના જાપ સમયે ૧૪૪ ૦ ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy