SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ભીના કપડાનો પૂરો નમસ્કાર (નીચોવવાની ક્રિયા) તેનામાં ભળી ગયેલા પદ્રવ્યરૂપી જળથી તેને સર્વથા સ્વતંત્ર બનાવે છે, તેમ શ્રીપંચપરમેષ્ઠિભગવંતોને પૂરા ભાવપૂર્વક થતો નમસ્કાર આત્માના સ્વભાવને સારી રીતે પ્રગટ કરે છે. પરભાવ અને દુર્ભાવ એ જ જાણે આપણો સ્વભાવ ન હોય એવી વૃત્તિ અને પ્રવૃત્તિની પકડ આપણને સાલતી નથી. જીવતત્ત્વ કરતાં પણ અધિક ભાવ, જડ (અજીવ તત્ત્વ)ને આપવાની વૃત્તિ. આપણો સ્વભાવ કથળ્યાની નિશાની છે. શ્રીનવકાર તે સ્વભાવને સારી રીતે પ્રગટ કરી શકે તેમ છે. આજે આપણા પ્રાણો ઉપર તેની અસર બહુ જ ઓછી હોવાને કારણે, પરભાવ અને દુર્ભાવ આપણને પજવી શકે છે, નચવી શકે છે. શ્રીનવકારના ભાવસાગરમાં ડૂબકી મારતાં વેત આપણી સુરત બદલાઈ જાય છે. આપણા આત્માની શક્તિ અધિક સક્રિય બનવા માંડે છે. આત્મતત્ત્વને વારંવાર અભિવાદન કરવાની વૃત્તિ સ્વાભાવિક બનતી જાય છે. શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોના સ્મરણ સિવાય ઘડીવાર પણ ચેન પડતું નથી, વિહરમાન શ્રીતીર્થકર ભગવંતોની દિશામાં જ મોં રાખીને બેસવાનો ભાવ રહ્યા કરે છે. આખા જગતને વારંવાર યાદ કરવા માટે ‘શિવમસ્તુ સર્વ જગત”ને વારંવાર ભાવ આપવો પડે છે. મૈત્રીભાવને ઉછેરવા માટે ખામેમિ સવ્ય જીવ’ના શ્લોકને ઊંચા આદરપૂર્વક આમંત્રવો પડે છે. ” શ્રીનવકારને પામનારો પુણ્યશાળી આત્મા, શ્રીનવકારથી અધિક ભાવ બીજા કશાને ન આપી શકે, શ્રીનવકાર પ્રત્યેનો તેનો પૂજ્યભાવ અજોડ હોય, અનુપમ હોય. શ્રીનવકાર પ્રત્યેના સો ટચના આદર સિવાય સંસાર જરૂર આપણા આત્મભાવને અભડાવી જશે. ભવની મીઠી લાગતી વાતો જરૂર આપણા પ્રાણોને ભોળવી જશે. કોઈ ભાઈને લોટરીમાં લાખ રૂપિયા મળે છે, તો તે વાત આખા પરગણામાં વાયુવેગે પ્રસરી જાય છે તો આપણને મહામંત્ર શ્રીનવકાર મળ્યો છે તે વાત લોક આખામાં શા માટે ન ફેલાઈ જવી જોઈએ ? શ્રીતીર્થંકર પરમાત્માના જન્મની જાણ ત્રણ જગતના સર્વ જીવોને અલ્પ સમયમાં થઈ જતી હોય છે તે હકીકત તેઓશ્રીના દાસની શ્રીનવકારની આરાધનાની અસર જગતના જીવોના હિતમાં જરૂર સહાયભૂત થાય તેનું સમર્થન કરે છે. શ્રીનવકાર પ્રત્યેના આપણા હૃદયના સાચા ભાવ સિવાય ભવ પ્રત્યેનો આપણો ભાવ નહિ ઘટે, જગતના સર્વ જીવો પ્રત્યેનો આપણો ભાવ નહિ વધે અને દેવદુર્લભ ૧૪૨ • ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy