SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) તે તે સ્થાને તેઓને વર્ણરૂપે પરિણામાવીને (૩) તેમનું આલંબન કરીને. (૪) તેમને છોડવા પડે છે. (વિસર્જન કરવાથી શબ્દ થાય છે.) આ પ્રકાર વડે નમસ્કાર મહામંત્ર શ્રોત્રગ્રાહ્યપરિણામને પ્રાપ્ત થાય છે. આવા પરિણામને પ્રાપ્ત થયેલો પાઠ વ્યંજનાક્ષરૂપે પરિણત થયો કહેવાય છે અને તે પ્રસંગે વાણીની વર્ણોત્પાદક વૈખરી અવસ્થા હોય છે. આને માટે શાસ્ત્રમાં નિર્ણિત ઉચ્ચારણ પદ્ધતિ નીચે પ્રમાણે મળે છે : સ્વર, વ્યંજન, માત્રા, બિંદુ, પદ તથા અક્ષર જરા પણ ન્યૂન ન આવે તેવી રીતે પદચ્છેદ, ઘોષબદ્ધતા, આનુપૂર્વી, પૂર્વાનુપૂર્વી તથા અનાનુપૂર્વીથી ખૂબ વિશુદ્ધ રીતે યોગ્ય સમયે એક એક અધ્યયન ભણવું અને તેને હૃદયમાં સ્થિર અને પરિચિત કરવું. જૈન ધર્મનો પ્રથમ આચાર જ્ઞાનપ્રાપ્તિનો છે અને તેને માટે જે આઠ નિયમો ઘડવામાં આવ્યા છે તેના છઠ્ઠા નિયમમાં એવું સ્પષ્ટ પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે સૂત્રના દરેક વર્ણનો ઉચ્ચાર શુદ્ધ કરવો, તાત્પર્ય કે જેઓ સૂત્રપાઠ અશુદ્ધ બોલે છે. તે જ્ઞાનાચારને યથાર્થ જાળવતા નથી અને તેથી દોષપાત્ર થાય છે. તે સૂત્રજ્ઞાન આપવા માટેની પ્રક્રિયાના જૈન શાસ્ત્રકારોએ છ અંગ માનેલાં છે, આ પ્રમાણે છે : (૧) સંહિતા એટલે તેનો ઉચ્ચારણવિધિ શીખવવો. (૨) પદ એટલે સૂત્રનાં પદો જુદાં પાડી બતાવવાં. (૩) પદાર્થ એટલે દરેક પદનો અર્થ શીખવવો. (૪) પદવિગ્રહ એટલે સામાસિક પદોને છૂટા પાડી બતાવવા. (૫) ચાલના એટલે અર્થ સંબંધી પ્રશ્ન ઉઠાવવો કે શંકા કરવી. (૬) પ્રત્યવસ્થાન એટલે તે પ્રશ્નનો ઉત્તર આપવો કે શંકાનું સમાધાન કરવું. આ ઉપરથી વિદિત થશે કે જૈન સૂત્રો ગમે તેમ બોલી શકાતાં નથી. તેના માટે ચોક્કસ નિયમો છે. અનુયોગદ્વારના પૃષ્ઠ ૨૪૧ પરના ૧૫૧મા સૂત્રમાં કહ્યું છે કે : सुत्त उच्चारेअव्वं अक्खलिअं अमिलिअं अवच्चामेलियं पडिपुण्णं पडिपुण्णघोसं कंठोट्ठविप्पमुक्कं गुरुवायणोवगयं । ૩૪૦ ૦ ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy