SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ હતો. શાળામાં નિયમિત અભ્યાસ કરવા જવું, ગૃહકાર્યમાં માતાને મદદગાર બનવું અને શ્રીનવકાર મંત્રનું રટણ કરવું એ ત્રણ મુખ્ય પ્રવૃત્તિઓમાં મસ્ત રહેતી એ બાળા ભાવી જીવનનાં મનોરથભર્યાં સ્વપ્નો પણ ઘડતી અને તેમાં રાચતી. આ અરસામાં, પ્રત્યેક માતાપિતાની એક મહાચિંતા સમો સાંસારિક પ્રશ્ન ઊભો થાય છે. એ બાળાના વિવાહની ચર્ચા ઘરમાં શરૂ થાય છે. સુયોગ્ય જીવનસાથીની શોધમાં નડી રહેલી મુશ્કેલીઓ એના ભાઈઓને વ્યગ્ર બનાવી રહી છે. કુટુંબની ચિંતાની પ્રતિછાયા એ બાળાના મનમંદિરમાં એક ખળભળાટ ઊભો કરે છે. પોતાની જ્ઞાતિમાંની તે સમયની પરિસ્થિતિનો સંવાદ તે સાંભળે છે. નજર ઠરે તેવા કુમારો ગોઠવાઈ ગયા છે, જે બાકી રહ્યા છે તેમને જોઈને ઉમંગ આવતો નથી. એ બાળાનું મન પણ ચિંતાતુર બની જાય છે. ‘શું થશે ? મારે યોગ્ય સાથીદાર, જ્ઞાતિમાંથી શું નહિ જ મળે ?' આવા વિચારોથી વ્યગ્રતા અનુભવતી એ બાળા, બાલ્યકાળના પેલા પ્રિય સાથીદારને, ઘરના ખૂણાને યાદ કરે છે. ચૂપચુપ એ ત્યાં બેસી જાય છે. શ્રીનવકાર માતાના ખોળામાં મસ્તક ગોપવીને, પોતાનાં અશ્રુઓવડે, પરમ પાવક માતાના પાલવને એ ભીંજવી નાંખે છે. શાંત સરોવર સમા જીવનમાં વિવાહનો પ્રશ્ન જાણે કે એક પત્થર બનીને આવી પડ્યો છે. સંધ્યાનો ઝાંખો પ્રકાશ વિદાય થયો છે. નાનકડી ઘર દીવડીઓ રાત્રિના અંધકાર સાથે મિઠ્ઠી મિઠ્ઠી ગોષ્ઠિ કરી રહી છે. અંતેવાસીઓને નિદ્રાદેવીને ખોળે સોંપવા માટે, ‘હવે કાલે મળીશું’ એમ કહીને એ ઘર દીવડીઓ પણ પોતાની પ્રકાશ લીલાને સંકેલી લેવાની તૈયારી કરી રહી છે. વિવાહ અંગેના વિવાદનું જે તોફાન જીવનમાં આવી પડ્યું છે, એની ગડમથળને શ્રીનવકાર માતાના ખોળે પધરાવીને, નવકાર મંત્રનું રટણ કરતી એ બાળા નિદ્રાધીન બને છે. આ નવકારનિદ્રા દરમિયાન, એ બાળાના ભાવી જીવનનો એક મહાઘાટ ઘડાઈ જાય છે. તે યાદગાર રાત્રિ, એના જીવનનું એક સીમાચિહ્ન બની જાય છે. યોગીમહાત્માઓને જાગ્રત થવાના પરોઢના સમયે એ બાળાને એક સ્વપ્ન આવે છે. “એક નાનકડું જિનમંદિર છે. ધૂપની સુવાસથી મંડપ મ્હેકી રહ્યો છે. શીતળ અને સમાધિદાયક કિરણો રેલાવતા પ્રકાશદીપો, શ્રીજિનપ્રતિમાના પ્રભાવની પ્રતિ ૪૧૬ ૦ ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy