SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટમંગલ શ્રી ચંદ્ર (પરમ પૂજય એક સાધ્વીજી મહારાજની દીક્ષા પૂર્વેનો આ એક જીવનપ્રસંગ છે. બાલબ્રહ્મચારિણી આ સાધ્વીજી મહારાજ પોતાને નવકાર-પુત્રી'માને છે. શ્રીનવકાર મંત્રનાં ઠીક ઠીક અનુષ્ઠાનો તેમણે કર્યા છે, છ મહિના મૌન પાળીને નવ લાખ નવકારના જાપ પણ તેમણે કર્યા છે. શ્રીનવકાર મંત્રના અચિંત્ય સામર્થ્યનો અપૂર્વ મહિમા ગાતો આ વિલક્ષણ જીવનપ્રસંગ આનંદ મંગલનો અનુભવ કરાવે છે, સાધનાના સંસ્કારોને ભાવાંતરોમાં જીવીત બનાવવાના શ્રીનમસ્કાર મહામંત્રના પ્રભાવની પ્રતીતિ પણ કરાવશે. સં.) શ્રીનવકાર મંત્ર મહાન પ્રજીવકસમ્રાટ Greatest of all Vitamins છે. એનાં સામર્થો અકથ્ય છે, પ્રભાવો પારાવાર છે. કુંભકર્ણ-નિદ્રામાં મૂછિત પડેલા પૂર્વસંસ્કારોને જાગ્રત કરનારો મહાનાદ શ્રીનવકાર મંત્ર છે. એના મહાપ્રભાવસિંધુના એક બિંદુની કથા અહીં આલેખતાં હૈયું ગદ્ગદ્ બને છે. લગભગ પચીસ વર્ષ પહેલાંનો આ પ્રસંગ છે. તે વખતે, એ બહેનની ઉંમર પંદર વર્ષની હતી. ગૌરવર્ણ, ઘાટીલું મુખ, તેજસ્વી લલાટ, મનોહર નેત્રો અને લાવણ્યનાં પ્રતાપી અંકુરોવડે આકાર લઈ રહેલી કિશોર કાયા ધરાવતી એ બાળાનાં દર્શને કઠોર અંત:કરણોમાં પણ વાત્સલ્યનાં અમી પ્રગટતાં. બોલે ત્યારે મુખમાંથી ફૂલ ઝરે. ચાલે ત્યારે ધરતીમાંથી વહાલપ છૂટે. નયનોમાંથી વિશ્વ વાત્સલ્યની અભિનવ કિરણાવલી સતત વહેતી રહે. ' ધર્મની મુડીમાં એક માત્ર શ્રીનવકાર મંત્ર. વડીલોપાર્જિત વારસામાં બાલ્યવયથી પ્રાપ્ત થયેલા આ મહામંત્રમાં, બાલ્યવયથી જ એ બાળાને અપૂર્વ મંગલમયી માતાનાં દર્શન થયેલાં. કુમળા મનમાં, કોઈ પણ અવસરે, જરા સરખું પણ દુઃખ ઉત્પન્ન થતાં, ઘરના એક ખૂણે, દોડીને એ બેસી જતી, શ્રીનવકાર માતાના પાલવમાં મુખ છુપાવીને હૈયાનો ભાર તે હલકો કરી લેતી. શ્રીનવકારના રટણ સાન્નિધ્યમાં પ્રફુલ્લતા એને પુનઃ સાંપડી જતી. વિધવા માતાનાં નયનોની કીકી સમી આ બાળા, એના વડીલ ભાઈઓની વાત્સલ્યભરી મમતાનું પાત્ર હતી. બહેનને ઉચ્ચ શિક્ષણ અપાવવાના બંધુઓને કોડ હતા. પાશ્ચાત્ય શિક્ષણ આપતા એક કન્યાવિદ્યાલયમાં એ બાળાનો અભ્યાસ ચાલી રહ્યો ધર્મ-ચિંતન ૦ ૪૧૫
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy