SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મના અંતિમ ધ્યેયના પ્રતીકો બાલચંદ હીરાચંદ જૈન ધર્મ જેવો ઉદારમતવાદી બીજો કોઈ ધર્મ જોવામાં આવતો નથી. જુદા જુદા નયોની અપેક્ષાએ દરેક ધર્મમાં કાંઈને કાંઈ સત્યનો અંશ દષ્ટિગોચર થાય છે જ. અને તેથી જ જૈનશાસ્ત્રકારો અન્ય લિંગીઓમાં સિદ્ધિનો સંભવ માને છે અને એ રીતે જૈન ધર્મ આગ્રહ, દુરાગ્રહ અને કદાગ્રહને જરાએ અવકાશ રાખ્યો જ નથી. એટલે જ જૈનોનો અનેકાંતવાદ એ સાધનાનું અમોઘ સાધન ગણાય છે. અકારણ કલહને જરાએ સ્થાન ન મળે એ માટે જ એ અનેકાંતવાદને આટલું બધું મહત્ત્વ આપવામાં આવે છે. જગતમાં ધર્મ નામની વસ્તુ તો એક જ હોય. પણ માણસની બુદ્ધિ અને અનુભવમાં તરતમતા હોવાને લીધે, અને દેશ-કાલ-પરિસ્થિતિમાં અનેક જાતની ભિન્નતા હોવાને લીધે આચાર અને માન્યતામાં વિલક્ષણ ભિન્નતા પેદા થઈ જુદા જુદા ધર્મો જગતમાં પ્રચલિત થવા પામ્યા છે. એ બધાઓનું મૂળ શોધતાં એકતા કેવી રીતે તરી આવે છે, એ જોવું રસપ્રદ થઈ પડે છે. પરસ્પરવિરોધી લાગતા વિભિન્ન ધર્મોનું મૂળ જોવાથી અનેક જાતના કોયડાઓનો ઉકેલ પણ મળી શકે તેમ છે. અહીં જુદા જુદા ધર્મોના મૂળ સિદ્ધાંતોના પ્રતીકોમાં કેવું ગૂઢ રહસ્ય છુપાયેલું છે, એ સમજવું એ બોધપ્રદ અને રસપ્રદ થઈ પડે તેમ હોવાથી તેનો થોડો વિચાર કરવો ઉપયુક્ત જણાય છે. સારી અને સમુચિત વસ્તુ જોઈ એનું રહસ્ય સમજી લેવું એટલો જ અમારા લખવા પાછળ હેતુ છે. માટે આ વાંચતી વખતે પોતાના મનનું સમતોલપણું ગુમાવવાની જરૂર નથી, તેમાં મુખ્યત્વે આપણી જિજ્ઞાસા જાગૃત રાખવાની જરૂર છે. . આપણા દેવમંદિરો ઉપર કળશની જોડે ધ્વજા ફરકાવવામાં આવે છે, એ ધ્વજાનું કપડું પાંચ જુદા જુદા રંગમાં બતાવવામાં આવે છે. તેનો હેતુ પંચપરમેષ્ઠિનું પ્રતીક તે હોય એ દેખીતું છે. રંગવિજ્ઞાનના અમારા લેખમાં એ રંગો પંચપરમેષ્ઠિની સાથે કેવી રીતે સંકળાયેલા છે, એ બતાવવામાં આવ્યું છે. મંદિરમાં જઈ પરમાત્માનું દર્શન કરવા પહેલાં એની ઉપર ફરકતી ધ્વજાનું જ પ્રથમ દર્શન થાય છે. કોઈ સ્થળે એ ધ્વજા ઉપર દેવ, નારક, મનુષ્ય અને તિર્યંચગતિઓના દર્શક તરીકે સ્વસ્તિકનું બોધચિહ્ન આપી ચંદ્ર અને તારલાનું મુક્તિનું પ્રતીક બતાવવામાં આવેલું હોય છે, એમાં ભવનિર્વેદ અને અંતિમ-મુક્તિનું સાધ્યબિંદુ બતાવવામાં આવ્યું હોય એમ સમજાય છે. જૈનો પોતાના ઉત્તમાંગ ઉપર કેશરીગંધનું ચિહ્ન લગાવી અમો જૈન છીએ એવું સ્વાભિમાનપૂર્વક પ્રદર્શિત કરે છે. પતિ અને કેશરીરંગ જ્ઞાન અને બુદ્ધિનો દર્શક છે અને આત્માનો ગુણ મુખ્યત્વે જ્ઞાનરૂપ હોવાથી, ગુણના માર્ગે ગુણીને અર્થાત્ આત્માને ધર્મ-ચિંતન • ૨૮૧
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy