SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ વિચારવું જોઈએ કે કયારેક, ક્યાંય, કોઈનાય ગુણ પ્રત્યે આપણને સહેજ પણ દ્વેષભાવ થતો નથી ને ! આ માટે પ્રત્યેક સાધકે પોતાની જાતનું સૂક્ષ્મ નિરીક્ષણ (XRay obser. vation) કરવું પડશે. ગુણાનુરાગનો પ્રભાવ વર્ણવતાં પૂજય શ્રીયશોવિજયજી મહારાજ ફરમાવે છે કે : गुणी च गुणरागी च, गुणद्वेषी च साधुषु । श्रूयन्ते व्यक्तमुत्कृष्टमध्यमाऽधमबुद्धयः ॥१॥ ते च चारित्रसम्यक्त्व मिथ्यादर्शनभूमयः ।। अतो द्वयोः प्रकृत्यैव, वर्तितव्यम् यथाबलम् ॥२॥ ગુણી, ગુણરાગી અને ગુણષી ત્રણ પ્રકારના મનુષ્યો હોય છે. શાસ્ત્રમાં તેને અનુક્રમે ઉત્કૃષ્ટ, મધ્યમ અને અધમબુદ્ધિવાળા કહ્યા છે. તેઓ અનુક્રમે ચારિત્ર, સમ્યક્ત અને મિથ્યાત્વની ભૂમિકા પર રહેલા છે. માટે પ્રથમની બે ભૂમિકા માટે શક્તિ મુજબ પ્રયત્નશીલ રહેવું જોઈએ. જે પોતે જ ગુણી છે એ, ચારિત્રવાનું છે, માટે ઉત્કૃષ્ટ છે. ગુણાનુરાગી એ સમ્યક્તવાન છે, માટે મધ્યમ છે. ગુણષી એ મિથ્યાદષ્ટિ છે, માટે અધમ છે. પોતાનામાં અધમતાં ન આવી જાય તે ખાતર ગુણવાન ન બની શકાય તો પણ ગુણાનુરાગી તો રહેવું જ જોઈએ. ગુણાનુરાગી આત્મા ગુણવાનું ન હોવા છતાં ગુણસ્તુતિ અને ગુણપ્રશંસાના યોગે સમ્યક્તવાનું રહી શકે છે. - પરમેષ્ઠિ નમસ્કાર એ ગુણસ્તુતિ અને ગુણાનુરાગરૂપ હોવાથી સમ્યત્ત્વની • ભૂમિકાને ટકાવી રાખનાર છે, તેથી પ્રત્યેક સમ્યગ્દષ્ટિ જીવોનો તે આધાર છે, પ્રાણ છે, આશ્રય છે, પરમ આલંબન છે, આત્મા છે. નમસ્કાર એટલે ગુણાનુરાગ પરમેષ્ઠિ નમસ્કારના મૂળમાં ગુણાનુરાગ રહેલો છે. ગુણહીન જીવોની ઉન્નતિમાં મુખ્ય હેતુ ગુણાનુરાગ છે. - જયાં સુધી જીવમાં દોષ રહેલા છે, ત્યાં સુધી તે દોષોમાંથી મુક્ત થવા માટે જેમ તે દોષોની પુનઃ પુનઃ નિંદા અને ગહ આવશ્યક છે, તેમ જ્યાં સુધી જીવમાં ગુણોનો અભાવ છે, ત્યાં સુધી તે ગુણોની પ્રાપ્તિ માટે ગુણસ્તુતિ અને ગુણપ્રશંસા પણ તેટલી જ જરૂરની છે. દોષોના સેવનમાં શાસ્ત્રકાર મહર્ષિઓએ જે પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે, તેના કરતાં ધર્મ-ચિંતન • ૧૧૭
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy