SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ પાપ ઉધરે છે, જેનો હિસાબ ચૂકવવા માટે જીવને અત્યંત દુઃખદાયક ભવની જેલમાં લાંબા કાળ સુધી સબડવું પડે છે. તે દુ:ખ કેવું હોય છે તેનો સાચો ખ્યાલ, તે તે ભવસ્થિતિમાં રહેલા જીવોના હિતનો વિચાર સ્પર્ધા સિવાય, ભાગ્યે જ બરાબર હૃદયગત થઈ શકે. એટલે જ અત્યંત દુઃખદાયક એવી ભવસ્થિતિનો ‘વિચાર કરવો' એ પ્રત્યેક પુણ્યશાળીનું પવિત્ર કર્તવ્ય બની રહે છે. તે સ્થિતિનો વિચાર જન્મે તો જ તેના કારણરૂપ અહંભાવ અને મમતા પ્રત્યે વૈરાગ્ય પ્રગટે. દુર્ભાવ અને બહિર્ભાવ ખૂબ-ખૂબ ભારરૂપ લાગે. તેને પોષવાથી જ ભવ પોષાય છે એવું શાસ્ત્રવચન રોમ-રોમે પરિણત થાય. ભવનિર્વેદની મૂળ ચાવીરૂપ ભવસ્થિતિનું દર્શન, જીવને જીવનો મિત્ર બનાવે, શ્રીજિનેશ્વર ભગવાનની સર્વજીવહિતકર આજ્ઞાનો આરાધક બનાવે. Blue Prints કાગળની ચલણી નોટો કમાવવા રાતનાં ઉજાગરા કરનારા માણસો પણ દેહાત્મક બુદ્ધિ ટાળવા માટે ઇષ્ટનું સ્મરણ કરવા દિવસે પણ તૈયાર નથી. જ્ઞાન દ્વારા પ્રાપ્ત થતી સમજને ક્રિયા દ્વારા જીવનમાં આચરવાના પ્રયત્ન ન થાય તો Blue Prints પર દોરેલા વિશાળ મહેલ પણ રહેવાના કામમાં આવશે નહિ. આજે લાખો, અસંખ્ય Blue Prints અનામત પડી છે અને અગણિત માણસો આશ્રય વિના ભટકે છે. Blue Prints ને સાકાર કરવાની છે. મનમાંથી કાગળ ઉપર તો ઉતરાવી, હવે તેને જીવનગત કરવાની છે. નહિતર જીવન પણ કાગળ ઉપર ઉતારેલા એ નકશાની જેમ ખવાઈ જશે, ચવાઈ જશે, દુર્વિચારોની ઉધઈ એને કોરી ખાશે. ધર્મ-ચિંતન ૦ ૧૮૯
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy