SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપજાવી શક્યા નથી? એવો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે તેનો ઉકેલ ઉપલા વિવેચન ઉપરથી મળી શકે તેમ છે. તે માટે જ સંત મહાત્મા કે શુદ્ધ બુદ્ધિવાળા માણસમાં એવી “સવિ જીવ કરું શાસનરસી”વાળી ઊર્મિ જાગે છે ત્યારે તેઓ પોતાનું આખું જીવન શ્રીનવકારમહામંત્રમય કરી નાખે છે. જગતમાં જ્યારે અનિચ્છનીય પ્રવાહો જોર પકડે છે ત્યારે એવા મહામના સંત પુરુષો જાગે છે જ. અને જગતને ફરી ઠેકાણે લાવવાનો પ્રયત્ન કરતા જ હોય છે. હાલનું જગતનું કલુષિત વાતાવરણ એવા યોગીઓ જગતમાં જાગે તે માટે તલસી રહ્યું છે. તેમાં આપણે દરેકે યથાશક્તિ અવશ્ય ભાવ ભજવવો જોઈએ. અને એવા મહન તપસ્વી યોગીનો માર્ગ સુલભ અને નિષ્ફટક કરવા પ્રયત્ન કરવો જોઈએ. ગમે તે કારણે પણ શ્રીનવકાર મહામંત્રનો જાપ જેમ બને તેમ વધુ, કેવળ નિર્મમ અને નિષ્કામ બુદ્ધિથી કરતા રહીએ એ આપણી ફરજ છે. એ બુદ્ધિ સહુ લોકમાં જાગે એ. જ શુભેચ્છા. રાગ, દ્વેષ અને મોહ દૂર કરવાના ઉપાય રાગ દોષનો પ્રતિકાર જ્ઞાનગુણ છે. જ્ઞાની પુરુષ પોતામાં રહેલા દુષ્કૃત્યોને જોઈ શકે છે. તેથી નિરંતર તેની ગહ કરે છે અને તે ગહદ્વારા દુષ્કતથી પોતાના આત્માને ઉગારી લે છે. તેષ દોષનો પ્રતિકાર દર્શન ગુણ છે. સમ્યગું દર્શન ગુણને ધારણ કરનાર પુણ્યાત્મા શ્રી અરિહંતાદિના ગુણો, સત્કર્મો અને વિશ્વવ્યાપી ઉપકાર આદિને જોઈ શકે છે. તેથી તેને વિષે પ્રમોદને ધારણ કરે છે અને ગુણો તથા સત્કર્મોની અનુમોદના કરીને પોતાના આત્માને સન્માર્ગે વાળી શકે છે. મોહ દોષનો પ્રતિકાર, જ્ઞાન, દર્શનપૂર્વકનો ચારિત્ર ગુણ છે. પાપમાં નિષ્પાપતાની બુદ્ધિ અને ધર્મમાં પાપપણાની અકર્તવ્યતાની બુદ્ધિ દૂર થવાથી, પાપમાં પ્રવર્તન અને ધર્મમાં પ્રમાદ દૂર થાય છે. અપ્રમત્તપણે ધર્મનું સેવન કરવાથી મોહ દોષનો ક્ષય થાય છે અને એવો આરાધક આત્મા ચારિત્ર ધર્મરૂપી મહારાજાના સામ્રાજ્યમાં વફાદાર સેવક બની મોક્ષના અવ્યાબાધ સુખને પામે છે. ૨૭૪ ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy