SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ ઋષભદત્તે સાચાભાઈ તરીકેની સઘળી ફરજ અદા કરી, વૈદ્યોને બોલાવવા માણસો મોકલ્યા, ભાઈને હળવેથી પાટા-પીંડી કરતો કરતો કહેવા લાગ્યો. ‘સહોદર ! તને શું થાય છે, મારા સામું તો જો, હમણાં જ વૈદ્યો આવશે, તારી બધી જ વેદના મટાડી દેશે.' જિનદાસે ફરી આંખ ખોલી, વેદનાથી પીડાતો મંદ સ્વરે બોલાવા લાગ્યો, ભાઈ ! હું આપની ક્ષમા માગું છું હવે હું ઘડી બે ઘડીનો મહેમાન છું. મને જીવવાની જરાયે આશા નથી. વૈદ્યોનું કાંઈ પ્રયોજન નથી. હવે તો મને કાંઈક પરભવનું ભાથું આપો અને અનશન કરાવી, ધર્મોપદેશરૂપી અમૃતનું પાન કરાવો. ઋષભદત્તે પણ પોતાના વ્હાલાબંધુની અંતિમપળ જાણી ભાવપૂર્વક નિર્યામણા કરાવવા માંડી. અરિહંતદેવ આદિનું શરણ સ્વીકારાવી, જીવનભરના પાપોની આલોચના કરાવી, દુશ્મનો પ્રત્યેનો પણ વૈરભાવ ત્યજાવી દીધો અને જીવમાત્ર પ્રત્યે મૈત્રીભાવ ધારણ કરાવ્યો તથા એકાગ્ર મનથી શ્રીનમસ્કાર મહામંત્રનું મનોહર સ્વરે શ્રવણ કરાવવા માંડ્યું. જિનદાસે પણ આ અમૃતરસનું પાન સ્વસ્થ ચિત્તે કરવા માંડ્યું. ક્ષણવાર તો જાણે બધી વેદના વીસરી ગયો. શ્રીઅરિહંત પરમાત્માનું હૃદયમાં રટણ કરવા લાગ્યો. આ રીતે પંડિત મણની સાધના કરતા કરતા જિનદાસે અંતિમ શ્વાસ મૂક્યો. આંખના પલકારાથી પણ ઓછા સમયમાં જિનદાસના આત્માએ, આ માનવદેહ છોડી દિવ્યદેહ ધારણ કર્યો. પોતે જે સાડા ત્રણ હાથ પ્રમાણ ભૂમિ ઉપર સૂતો હતો, તે પૃથ્વીના સર્વ છેડાઓ સુધીના સમગ્ર જંબુદ્વીપનો અધિપતિ, અનાદંત નામનો પ૨મ સમૃદ્ધિવાળો મહાન દેવ થયો. ભગવાન્ શ્રીમહાવીરદેવે શ્રેણિક નરેશને ઉદ્દેશીને જણાવ્યું કે આ અનાદતદેવે, . હમણાં જ્યારે સાંભળ્યું કે, આ વિદ્યુઝ્માલી મહáિકદેવ, સાત જ દિવસ બાદ, પોતાના ભાઈ ઋષભદત્તના પુત્ર તરીકે અવતરવાનો છે અને તે પરમ કેવલી શ્રીજંબુસ્વામી થવાનો છે, ત્યારે પરમ હર્ષમાં આવી આ રીતે પોતાના કુળની મોટેથી પ્રસંસા કરવા લાગ્યો હતો. આ રીતે ભગવાનના શ્રીમુખે, અનાદંતદેવના પૂર્વભવની હકીકત જાણી, શ્રેણિક રાજા પ્રમુખ સભાના સર્વજનો આશ્ચર્યમાં ગરકાવ બની ગયા અને શ્રીનમસ્કાર મહામંત્રના અદ્ભુત પ્રભાવના પ્રત્યક્ષ દર્શનથી ખૂબ ખૂબ અનુમોદના કરવા લાગ્યા. ધન્ય હો ઋષભદત્ત શેઠને, ધન્ય હો અનાદંતદેવને, ધન્ય હો શ્રીજંબૂકુમારને, ધન્ય હો શ્રીનમસ્કાર મહામંત્રને. ધર્મ-ચિંતન ૦ ૪૦૫
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy