SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ - ધર્મથી ભયનાશ કેવળી ભગવંતોએ આચરેલા તેમ જ પ્રરૂપેલા ધર્મનો આરાધક કોઈ પણ પ્રકારના ભયથી ભયભીત ન બને. અચિંત્ય શક્તિશાળી એ ધર્મ સાથેનો સંબંધ એને “અભય” બક્ષે છે. ઈષ્ટવિયોગ અને અનિષ્ટસંયોગના આહટ્ટ-દોહષ્ટથી પર બનાવે છે. ધર્મની શક્તિ અચિંત્ય છે,” એવું જાણવા અને સ્વીકારવા છતાં તેની યોગક્ષેમકરતામાં શંકાશીલ બનવું એ આંતરિક નબળાઈનું સૂચન છે. “આઠ ગ્રહો આકાશમાં ભેગા થશે અને નીચે બધું ખેદાનમેદાન થઈ જશે' એવી જે હવા ભારતના ભાગ્યશાળીઓના વિચારપ્રદેશમાં સ્થાન પામતી જાય છે, એ જોયા અને જાણ્યા પછી મનમાં સહેજે પ્રશ્ન હુરે છે કે : શક્તિ વધારે કોની ? અષ્ટગ્રહોની કે ધર્મની ? ધર્મનો એકનિષ્ઠ આરાધક ન તો કોઈને ભય પમાડે, ન કોઈનાથી ભય પામે. ભય પામવાનો હોય કષાયને, નહિ કે આત્માને. જે ધર્મનું વિધિ-નિષ્ઠાપૂર્વકનું સેવન, આત્માને બધા જે આકાશી ગ્રહોથી ખૂબખૂબ ઊંચે રહેલા શાશ્વતપદને લાયક બનાવે છે, એ ધર્મનો આરાધક આત્મા, અષ્ટગ્રહયોગથી ભયભીત બની શકે ખરો કે ? હરગીઝ નહિ. સર્વને સુખી કરવાના ભાવવાળા પુણ્યશાળી ધર્માત્માનો જન્મ થતાંની સાથે જ દુર્ભિક્ષના ગ્રહો સુભિક્ષમાં બદલાઈ જાય છે. શાસ્ત્રોમાં એ પ્રકારના અનેક દૃષ્ટાન્તો છે. તેમ છતાં આઠ ગ્રહોના કુપ્રભાવ અંગે જે ભય અને ચિંતાની લાગણીઓ સેવાઈ રહી છે, તે દૂર થાય અને વાતાવરણમાં જગતના બધા જીવોના કલ્યાણની ભાવનાનું જોર જામે. તે ગણત્રીએ ધર્મપ્રેમી મહાનુભાવો સમક્ષ નીચે મુજબ પંચસૂત્રી કાર્યક્રમ રજૂ કરાય છે, જેથી સમસ્ત વિશ્વનું કલ્યાણ થાય. (૧) સામુદાયિક આયંબિલની તપશ્ચર્યા કરવી. આયંબિલ તપનો પ્રભાવ મહાન છે. પૂર્વે આયંબિલતપના પ્રભાવથી દ્વૈપાયનદેવ બાર વર્ષ સુધી દ્વારિકાનો દાહ કરવામાં અસમર્થ નીવડ્યો હતો. એવા ઉપદ્રવ હરનારો તપ ગામ-નગરમાં નિત્ય પ્રતિ. થવો અતિ કલ્યાણકારી છે. ૨૪૪ ૦ ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy