SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ કરવું પડશે. માટે દુઃખ આપનારને ભૂલો. સુખ આપનારને સતત યાદ કરો. આજ સુધી કેટલાને દુઃખ આપ્યું છે તે યાદ કરો, આજ સુધી કેટલાની પાસેથી સુખ લીધું છે તે યાદ કરો. “વિશ્વમાં કોઈ પણ જીવ દુઃખી ન થાઓ” એ વિચાર બીજાને આપેલા દુઃખનું પ્રાયશ્ચિત છે. “વિશ્વમાં સર્વ જીવો સુખી થાઓ” એ વિચાર લીધેલા સુખના ઋણમાંથી મુક્ત કરે છે. સમગ્ર વિશ્વના સર્વ જીવો સાથેના સંબંધની સ્પષ્ટતા હૃદયગત થયા પછી આરાધના જીવંત બને છે, જીવંત આરાધનામાં વેગ આવે છે. ધર્મમહાસત્તા સંબંધી વિચાર આરાધનાના વેગમાં અત્યંત સહાયક છે. જેને ભજવાથી સંસાર વધે એવો કુદેવ તે મહામોહ. જેને ભજવાથી શિવપદ મળે એવા સુદેવ તે મહામોહજેતા શ્રીજિનેશ્વર ભગવાન. એ દેવાધિદેવની સર્વજીવહિતકર આજ્ઞાનો આરાધક પરહિતપરાયણતાના પરમપવિત્રપદનો અધિકારી બને, જગતના બધા જીવોના હિતનો સતત સજાગ અને સક્રિય રક્ષક બને. આજ્ઞાની આરાધના એટલે ધર્મમહાસત્તાના ત્રિભુવનહિતકર કાર્યને ત્રિવિધે અનુસરવું તે. ધર્મ સન્મુખ બનવું તે. સ્વાર્થ વિમુખ બનવું તે. પરમાર્થરસિક બનવું તે. પરમજીવનનું અર્થીપણું ખીલવવું તે. ધર્મ-ચિંતન ૦ ૧૦૩
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy