SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ નીવડે છે. આત્માના ગુણોમાં વધતી જતી રમણતા પોતાને બહિર્ભાવમાં લપસતાં તેમ જ દુર્ભાવમાં ફસાતાં બચાવે છે એટલું જ નહિ, પરંતુ બહિર્ભાવ અને દુર્ભાવના સેવનમાં સમયને બરબાદ કરતા જીવો–પ્રભુજીના પરમતા૨ક શાસનને પામીને પરમપદને વરો ! એવી સાચા હૃદયની પ્રાર્થનાનાં દ્વારા ઉઘાડી આપે છે. બલિહારી છે નમસ્કારભાવની કે જેની સાથેના સગપણ પછી શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતો પોતાને આપ્તોમાં પણ આપ્ત ઉપકારીઓ તરીકે ઓળખાય છે તેમ જ તેમની દયાના વિષયભૂત ત્રણ જગતના બધા જીવો આત્મતુલ્ય સમજાય છે. પોતાની જાતને પોતાનાથી સર્વ પ્રકારે સર્વશ્રેષ્ઠ એવા શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોને સોંપી દઈને જીવનને વધુ સલામત તેમ જ પાપથી પર બનાવવામાં આપણો પુરુષાર્થ દિનપ્રતિદિન અધિકાધિક વેગ પકડો ! સમર્પણભાવની પરાકાષ્ઠાને વરો ! સર્વવિરતિપણાની . લગનીને અવધારો ! મનનો આકાર મન પાણી જેવું છે. એને ગરમી લગાડીશું તો વરાળ થઈ જશે અને ઠંડી લગાડીશું તો બરફ થઈ જશે. “હું આત્મા છું” એવો વિચાર મનને આત્માકારે અને “હું શરીર છું” એવો ભાવ મનને શરીરરૂપે પરિણામે છે. આત્મા સાથે મળવાથી ટેવ પડશે એટલે શરીર સાથે મન મળી ન જાય. શરીર સાથે મનને મળી જવાની ટેવ પડી છે. એટલે આત્મા સાથે ભળતાં વાર લાગે છે. જેમ વાસણને દરરોજ સાફ ન કરીએ તો કાટ ચડે, તેમ મનને દરરોજ આત્મસ્થ ન કરીએ તો આસક્તિ વધી જાય. આત્માકાર અંતઃકરણ એ જ શુદ્ધ અંતકરણ. મનને કશો આકાર નથી. જેવું. ચિંતન કરે, તેવો આકાર ધારણ કરે છે. જો તેને કોઈ ચોક્કસ આકાર હોત, તો બીજા આકારમાં ઢળતા પૂર્વે તે ધમપછાડા કરતું હોત, પણ તે તો સહેલાઈથી વિચાર મુજબનો આકાર ધારણ કરી લે છે. એટલે જ તેને સર્વોત્તમ વિચારોના આકારમાં ઢાળી, આત્મા તરફ ઢળતું રાખવાની વાત ખૂબ જ મહત્ત્વની છે. ૨૦૪ ૦ ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy