________________
नांभोधरोदरनिरुद्ध महाप्रभावः • ' ક્ષતિજ ,
सूर्यातिशायि महिमाऽसि मुनीन्द्र ! लोके ॥१॥' હવે આચાર્ય ભગવંતનું ધ્યાન કરવું પડશે.
અનાદિ કાળથી જે મન વિષયોની ધારામાં વહી રહ્યું છે, તેને પલટીને પ્રભુની આરાધનામાં લગાવું હોય તો તેને ઉલટાવી નાંખવું જોઈએ. મનને ઉલટાવીને વાંચવાથી નમ' થઈ જાય છે અને ત્યાંથી જ ધર્મનો પ્રારંભ થાય છે. “નમો પદની ઉપલબ્ધિ અથવા સાક્ષાત્કાર થયા બાદ આત્મા “અરિહંત' બની જાય છે. મનમાં સમગ્ર સંસાર મમતારૂપે રહેલો છે, તે “અરિ' એટલે શત્રુ સમાન છે તેનું “નમ” થતાં જ બધા આંતર દુશ્મન સમાપ્ત થઈ જાય છે. બાહુબલીને કૈવલ્યની પ્રાપ્તિ નમનથી જ થઈ હતી. અહંકારના દમનનો બ્રાહ્મી-સુંદરી ધ્વનિ કાનમાં પડતાંની સાથે જ નમસ્કાર મહામંત્રના પારમાર્થિક મહિમાનો તેમને સાક્ષાત્કાર થયો. બ્રાહ્મી-સુંદરીએ ભાઈ બાહુબલીને જ્ઞાનપૂર્વકની ભક્તિ “પઢાં ના તો ત્યા'નો સનાતન પાઠ ભણાવ્યો.
ચૌદપૂર્વના જ્ઞાનનો સાર નમસ્કાર છે. તેના પ્રત્યે દઢ નિષ્ઠા–પરમભક્તિ ચૂલિકામાં બનાવી છે. પંચપદ નમસ્કાર અને ચતુષ્પદ ચૂલિકાના નવપદોમાં મોક્ષ સાધનાનો સમસ્ત સાર આવી જાય છે.
આચાર્યપદના ધ્યાનની પ્રક્રિયા કહીએ છીએ.
જે રીતે અરિહંતના વ્યાવહારિક દષ્ટાંતપૂર્વક સિદ્ધનો પારમાર્થિક સિદ્ધાન્ત પ્રતિફલિત થાય છે, તે રીતે આચાર્યોના આચાર-વ્યવહારપૂર્વક ઉપાધ્યાયનો વિચારસ્વાધ્યાય થઈ શકે છે અને તે દ્વારા સર્વ સાધુઓની સમષ્ટિ સાધના સિચિત થાય છે.
અરિહંતના ઉપકાર અને સિદ્ધના આધાર પર જ્યારે આચાર્યના આચારનો પ્રારંભ થાય છે, ત્યારે સિદ્ધિના દર્શન થાય છે. આચાર્યનું ધ્યાન પીળા રંગથી કરવામાં આવે છે. પુરુષાર્થપ્રધાન આચાર્યોનું સ્મરણ કરવા માટે પીળા રંગના સોળ તીર્થકરોનું ધ્યાન કરવું જોઈએ.
મોક્ષને માટે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, અને કષાયના આગ્નવોને રોકવા જોઈએ. આગ્નવોને રોકવા માટે સંવરપ્રધાન આચરણ આવશ્યક છે. મિથ્યાત્વને દૂર કરવા માટે સૌથી પહેલાં શાંતિનાથ ભગવાનની પીત વર્ણની આંગીવાળી પ્રતિમાની સામે વૈઃ શાંતર/વિધ: | ભક્તામરના આ ૧૨મા શ્લોકનું ઉચ્ચારણ કરવું અને મૃગમરીચિરૂપ મિથ્યાત્વના નાશક મૃગલાંછન અંકિત ભગવાન શાંતિનાથની સ્તુતિ કરવી. આસપાસ ભગવાન ઋષભદેવ અને ભગવાન વર્ધમાન પ્રભુની પીતવર્ષીય
ધર્મ-ચિંતન • ૨૮૭