SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ સુખ-દુઃખનું મૂળ જિજ્ઞાસુ (રાગ-દ્વેષની જંજીરને તોડી નાંખીને પરમાનંદસ્વરૂપમાં રમણતા પ્રગટાવવાની ઉપકારક હકીકતનું હૃદયસ્પર્શી નિરૂપણ આ લેખમાં કરવામાં આવ્યું છે. સં.) જગતનાં બધાં સુખ-દુઃખો ચિત્તના બે ગુણધર્મોને લીધે સર્જાય છે. એ બે ગુણો છે રાગ અને દ્વેષ. જેમાં ચિત્ત રમે છે આસક્તિ દાખવે છે તે પદાર્થો અને સ્થિતિઓ સુખકર લાગે છે. ઉલટ પશે, જેમાં ચિત્ત ક્ષોભ પામે છે અને જેનાથી તે ભડકી દૂર ભાગે છે, તે પદાર્થો અને સ્થિતિઓ દુઃખકર લાગે છે. ચિત્તનો આ સ્વાભાવિક ગમો તે રાગ અને અણગમો તે દ્વેષ. કેટલાક તરફ પ્રીતિ અને કેટલાક તરફ ધિક્કાર–એ ચિત્તની અવસ્થા અનિવાર્ય છે. પોતાને ગમે તેવા પદાર્થોનો સંપર્ક સાધવો અને મેળ લેવો, અને ' પોતાને ન ગમે તેવા પદાર્થથી સુગાવું અને તેમને દૂર હઠાવવા, એ દરેક ચિત્તની સામાન્ય ક્રિયા હોય છે. આમ ચિત્ત રાગદ્વેષની સાંકળથી બંધાયેલું રહે છે. રાગ અને દ્વેષ એ નિરાળા ગુણો છે, પણ નિરપેક્ષ નથી. એક જ ઢાલની બે બાજુઓ જેવા છે. એકનું સ્વરૂપ બીજાના સ્વરૂપને ઘડે છે. જેનો રાગ ઓછો એનો દ્વેષ પણ ઓછો. જે ચાહતો નથી તે ધિક્કારતો પણ નથી, જેને મિત્રો નથી તેને દુશ્મનો પણ નથી. જેનાં સુખો મોટાં તેનાં દુઃખો પણ મોટાં. જે વિમાનમાં ઉડે તેને ઊડવાનો આનંદ તેટલું પડવાનું જોખમ પણ ખરું. જે તાજ પહેરે તે તાજનો ભાર પણ ઉપાડે. જેને વસંતનો ફાલ માણવો છે, તેને પાનખરનો વિખેર પણ સહેવો પડે છે. વૃક્ષ નીચે સૂઈ રહેનારને ઘરનું સુખ નથી, તો તેને ઘરનું દુઃખ પણ નથી. જે નફાની આશા રાખે તે તોટાની બીક પણ રાખે. રાગદ્વેષની સાંકળ ગળે ભેરવાઈ હોય, ત્યાં સુધી આમ ચાલ્યા જ કરવાનું છે. આ રહસ્યની સભાનતા જેને નથી, તે હંમેશાં પ્રાપ્ત સ્થિતિને ભાંડ્યા કરે છે. પોતાના ભાગ્યથી અસંતુષ્ટ રહ્યા કરે છે અને ઈશ્વરના દોષો કાઢ્યા કરે છે. એને લોકોનું સુખ દેખાય છે, પણ ઢાલની બીજી બાજુ જેવું તેમનું દુઃખ દેખાતું નથી તેને ઊંચા પહાડ દેખાય છે, પણ બીજી બાજુની ભયંકર કરાડ ધાર દેખાતી નથી. વસ્તુનું કે પરિસ્થિતિનું સમગ્ર જ્ઞાન થયા વિના તેઓ સત્યને બરાબર સમજી શકતા નથી. એક લોકવાર્તામાં એક પત્થર ફોડનારને પોતાની સ્થિતિ ગમી નહિ. બીજાની સ્થિતિ સારી હોઈ તે પ્રાપ્ત કરવા - તેણે ઇચ્છયું, પછી બધાંના સુખ-દુઃખો તેણે તપાસ્યા અને છેવટે તે એવા નિર્ણય પર ૩૨૨ ૦ ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy