SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ગગનમંડળમાં રહેલા સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર અને તારાગણ હોય અથવા ભૂમંડલ ઉપર રહેલા જળ, વાયુ, વનસ્પતિ આદિ હોય. પણ બધા પ્રાણીઓના પ્રાણપોષણ અને રક્ષણમાં મોટો સહકાર આપી રહ્યા છે એટલે જ અનુભવી પુરુષોએ કહ્યું છે કે परोपकाराय फलन्ति वृक्षाः परोपकाराय दुहन्ति गावः । परोपकाराय वहन्ति नद्यः, परोपकाराय सतां विभूतयः ॥ આર્યાવર્તના તત્ત્વવેત્તાઓએ આ બાબત બહુ ગંભીર ચિંતન અને અવલોકન પછી એક જ અવાજે સ્વીકારી છે કે-“પરોપરાઈવિં શરીરમ્” માનવ શરીર પરોપકારાર્થે છે. માનવદહેની મહત્તા આ બ્રહ્મવાકયમાં જ સમાઈ જાય છે અને એ બાબત પ્રત્યક્ષ અનુભવાય છે કે એક ખેડૂતને પણ પોતાના અનાજની ઉત્પત્તિ માટે શ્રદ્ધાસહિત બીજને માટીમાં ફેંકવું પડે છે અને કૂવાનું પાણી નિર્મળ રાખવા માટે તેનું પાણી પડોસીના ઉપયોગ માટે આપવું પડે છે. એટલે પહેલાં આપીને લેવું એવો Give and Take. અસ્મલિત-અખંડ કુદરતનો કાયદો છે. માનવ અને પશુમાં અંતર એટલું જ છે કે માનવ પોતાની સત્તાનો ઉપયોગ નબળાંને સબળા કરવા માટે કરે છે, ત્યારે પશુ પોતાની સત્તાનો ઉપયોગ નબળાનો નાશ કરવા માટે કરે છે. વ્યક્તિ, સમાજ કે રાષ્ટ્ર ગમે તે હોય પણ નંબળાના જીવનના અધિકાર ઉપર કુઠારાઘાત કરતા હોય તો તેને માનવતા કરતાં દાનવતા કહેવી. વધારે યોગ્ય છે અને કાલાંતરે કુદરતના પ્રબળ કાયદાઓ તેનું અધઃપતન કર્યા વગર રહે જ નહિ માટે જીવો અને જીવવા દો “Live and let Live” એ જ દુ:ખનો અંત લાવી સુખના સોપાન ઉપર ચઢવાનો સરળ ઉપાય છે. ‘નીવો ની વચ્ચે નીવનન્'નો સાચો અર્થ એ છે કે જીવે બીજાના વિકાસ માટે સહાયક બનવું. વાચકચક્રવર્તી શ્રીઉમાસ્વાતિજી જેવા મહાન તત્ત્વજ્ઞાની પોતાના તત્ત્વાર્થસૂત્રમાં ‘પરસ્પરોપપ્રણે નીવાનામ્ એવું સૂત્ર મૂકે છે. એટલે જીવો પરસ્પર ઉપકાર માટે જ અસ્તિત્વ ધરાવે છે. આ સાચી વસ્તુસ્થિતિ સમજવાની સર્વાગ સુંદર શક્તિ માનવીમાં જ છે. કારણ કે માનવી મેધાવી અને પ્રજ્ઞાશીલ સર્વોપરી પ્રાણી (Crown creation) છે. માટે સ્વ-પરના કલ્યાણનો એક જ ઉપાય છે કે વિશ્વના વિધાનનો ઊંડો અભ્યાસ કરીને સમાજવ્યવસ્થા અને રાજતંત્રના વિધાનને સાચા પરોપકારના પાયા ઉપર રહેવા દેવું જોઈએ, તો જ પ્રજા પ્રગતિ સાધી વિશેષ સુખી બની શકશે. વિશ્વનું શાસન ન્યાયપૂર્વક બહુ વ્યવસ્થિત, નિયમબદ્ધ અને પદ્ધતિસર ચાલી રહ્યું છે અને કાર્ય કારણની પરિપૂર્ણ ભૂમિકા ઉપર નિર્ભર છે. માટે પ્રાણીઓ જે કટુ ફલ ભોગવી રહેલા દેખાય છે તેમાં આ મહાશાસનની ત્રુટિ નથી પણ પ્રાણીઓની પોતાની અનભિજ્ઞતા Ignorance કારણ છે. એક અનુભવી સંતનું કથન છે કે દુનિયામાં બધા દુઃખોનો ઉપાય સુલભ છે પણ અજ્ઞાનતાનો ઉપાય દુર્લભ છે. ધર્મ-ચિંતન ૫૯
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy