SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ આંતરપ્રભા ધર્મના શરણાગતને ભય પમાડે એવી કોઈ શક્તિ ત્રિભુવનમાં નથી, કારણ કે ધર્મથી ચઢીયાતી કોઈ શક્તિ કોઈ કાળે આ જગતમાં હોતી નથી. આપણું કર્તવ્ય તે ધર્મની તારક છાયામાં રહેવાનું છે. શિયાળામાં ઉનાળાને તેમ જ ઉનાળામાં શિયાળાને ઝંખતા માનસ સાથે ભયગ્રસ્ત માનવીને સરખાવી શકાય. સાનુકૂળતાઓ વચ્ચે પણ તે અનિષ્ટસંયોગના ભયથી ધ્રૂજતો હોય છે. પોલીસનું નામ સાંભળીને ભડકતા ગુનેગારની જેમ ભયની વાત સાંભળીને આવા ઢીલા ભાઈઓ ધ્રૂજવા માંડે છે. એ ધ્રૂજારી તેમના આખા શરીરમાં અસ્વસ્થતા જન્માવે છે. એ અસ્વસ્થતાને કારણે માનવભવને સાર્થક કરવાની અણમોલ તક તેઓ ચૂકી જાય છે. –પણ બલિહારી છે ભારતીય સંસ્કૃતિની કે આઠ ગ્રહોના અનિષ્ટકર યોગના સમાચાર સાથે એના અનુયાયીઓ સજાગ બનીને તપ-જપમાં લીન બની ગયા. શત્રુ આવે છે, એટલા સમાચાર માત્રથી શૂરો સૈનિક બધી મમતા ત્યજીને સજાગ બની જાય છે, તેમ અષ્ટગ્રહોના યોગના સમાચારથી મિથ્યા રંગરાગ-ભર્યા: જીવનને ભૂલી જઈને ભારતીય સ્ત્રી-પુરુષો તપ ત્યાગમય જીવનની સાધનામાં એકાકાર બન્યા છે. | વિધિપૂર્વક લેવાતી દવા દર્દને દૂર કરે છે, તેમ વિધિ-નિષ્ઠાપૂર્વક થતી ધર્મની સાધના પ્રતિકૂળતાઓના પવનને સાનુકૂળ હવામાનમાં બદલી શકે છે. | ઉપકારી ભગવંતોએ ઉપદેશેલા માર્ગે થતી આરાધનાના શુભ પરિણામમાં સહેજ પણ શંકાશીલ થયા સિવાય તેમાં ઓતપ્રોત થવાય છે એટલે ચિત્તની પ્રસન્નતા વધે છે. વિચારમાંથી નિરાશાનો ઝેરી પવન દૂર થાય છે, ઇન્દ્રિયોના ઉન્માદ શાંત થાય છે, જીવનનો હેતુ વધુ સ્પષ્ટપણે વંચાય છે અને શ્વાસોચ્છવાસમાં નવું બળ પ્રગટ થાય છે. એ બળ દ્વારા અનેકવિધ નિર્બળતાઓથી પર બનાય છે. જીવનનો પ્રવાહ સર્જનાત્મક વલણ ધારણ કરે છે. ખંડનાત્મક પ્રકારના ચિંતનમાં માનવભવની અણમોલ પળોને બરબાદ કરવાની વૃત્તિ શિથિલ બને છે. પોતે આ જગતમાં કંઈક જમા કરાવવા જ જન્મ્યો છે, એવી સમજનો ભીતરમાં સ્પષ્ટ અનુભવ થાય છે. એ અનુભવ સાથે જ પોતાના જીવનનું ઉધાર-પાસું ઘટાડતા રહેવાથી જાગૃતિ આવે છે. રૂપિયા એક હજારનું દેવું, તે રકમ પોતાના ખાતામાં જમા ન કરાવી શકાય ત્યાં ૨૪૬ • ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy