SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમ એ વિષયાશક્તિને ઘટાડવાનો અમોઘ ઉપાય છે. પ્રેમ વધા૨વા સમર્પણ ભાવ વધારો. સમર્પણ ભાવ વધારવા સર્વ ઇષ્ટદાતા તરીકે સંવેદન કરો. ૧૧. આરાધનાનો પ્રભાવ :- શ્રીશાસ્ત્રકાર ભગવંતો કહે છે કે સ્વર્ગ, મૃત્યુ અને પાતાલ એ ત્રણે ભુવનરૂપી રંગ મંડપને વિષે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રયીને જે કાંઈ પણ આશ્ચર્યકારક અતિશય જોવામાં કે સાંભળવામાં આવે છે, તે સર્વ નવકારની આરાધનાના પ્રભાવથી જ થયેલ છે, એમ સમજવું. ૧૨. જીવનનું અંગ :- શ્રીનવકારના જપને જીવનનું એક અંગ બનાવવું જોઈએ. જેમ ઉચિત ખોરાક ન મળે તો આપણે અસ્વસ્થ બનીએ છીએ તેમ નવકારનો જપ જે દિવસે ન થાય તે દિવસે અસ્વસ્થતા વ્યાકૂળતા ઉત્પન્ન થવી જોઈએ, અને જે દિવસે જપ થાય તે દિવસે અપૂર્વ આનંદ-પ્રસન્નતા થવી જોઈએ. ૧૩. સતત જાપ :- નવકારના જપમાં એટલો બધો પ્રયત્ન કરવો જોઈએ કે જપ શ્વાસોચ્છવાસની જેમ સહજ બની જાય, એના માટે વિચાર કરવો પડે, એની ગૂંજ પ્રગટે. તે એટલો બધો સહજ બની જાય કે આપણે ગમે તે અન્ય કાર્યમાં હોઈએ તો પણ અજપાજાપ અંદરખાને નવકાર સતત ચાલુ જ રહે એ રીતે નવકારની સિદ્ધિ થયા પછી અણધારી રીતે સર્વ અનુકૂળતાઓ કુદરત દ્વારા સર્જાતી જ જાય છે, નવકારની ગૂંજથી કર્મો ઓગળી જાય છે.. કષ્ટો કરમાઈ જાય છે, ને ઇષ્ટ સામે આવે છે. ૧૪. સર્વકાલીન આલંબન :- આ કાળ જ એવો છે કે જેમાં આર્ત કે રૌદ્ર ધ્યાનની બહુલતા હોય. સામાન્યતઃ જીવો સારાં આલંબનો દ્વારા શુભ ધ્યાન ટકાવી શકે છે. પરંતુ તે આલંબન જતાં પાછું ચિત્ત અશુભ ધ્યાનમાં ચડે છે. એ દૃષ્ટિએ જો આપણે નવકા૨ને આપણું સર્વકાલીન આલંબન બનાવીએ તો આપણે અશુભ ધ્યાનના કદી પણ શિકાર ન બનીએ. પૂર્વધરો અને યોગી પુરુષો આનું શરણ કરે છે. નવકારને ગણનારનાં સંક્લેશ, અરતિ, કષ્ટ, ભય, અસમાધિ વગેરે સર્વ દોષો નાશ પામે છે, માટે તેવા અવસરે વારંવાર નવકાર સ્મરવો. ૧૫. વિધિ ગ્રહણ :- ઉપધાન તપ દ્વારા વિધિપૂર્વક ગ્રહણ કરાયેલ નવકાર વધુ લાભદાયી બને છે. ઉપધાન એટલે નમસ્કાર મહામંત્રની આત્મામાં પ્રાણપ્રતિષ્ઠા. વિધિપૂર્વક ગુરુમુખે નવકાર લેવાથી એ કાનોમાં ગૂંજે છે. તેનું ગૂંજન રહે છે, જપવાથી જિહ્વા પ૨ તેનો રસ પ્રગટે છે, વિશેષ આરાધવાથી મનમાં તેનાં રટણ ઊભાં થાય છે, ને ત્રિવિધ ત્રિવિધે અર્પિત થવાથી આત્મામાં તે વ્યાપ્ત બને છે. કાન-જીભ-મનઆત્મામાં ક્રમશઃ એ થતું આવે. ૧૬. ગુણાનુરાગ અને અંતરાત્મભાવ :- પંચ નમસ્કાર એ ગુણાનુરાગનું પ્રતીક છે. ગુણાનુરાગ વિના બહિરાત્મભાવ જાય નહિ અને અંતરાત્મભાવ પ્રગટે નહીં, ધર્મ-ચિંતન – ૧૨૭
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy