SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ પંચનમસ્કાર ગુણાનુરાગમાં વૃદ્ધિ કરી અંતરાત્મભાવને વિકસાવીને અંતે પરમાત્મભાવ પ્રગટાવે છે. ૧૭. રસ-એકાગ્રતા :- નમસ્કારમાં એકાગ્રતાની વૃદ્ધિ થાય, તે માટે તેમાં રસ ઉત્પન્ન થવો જોઈએ. રસ તન્મય બનાવે છે, રસ જગાડવા નવકારને રત્નપેટી સમજો, જેનો ભાર અલ્પ, અને માલ બહુ. નવકાર આગળ જગતના પદાર્થો દાસ છે. જ્યાં રસ છે ત્યાં એકાગ્રતા આવે જ છે. એકાગ્રતાથી પ્રણિધાન સિદ્ધ થાય છે. ‘પ્રણિધાન તું જર્મ મતં તીવ્ર વિપાòવત્' પ્રણિધાન-તન્મયતાથી ફળ ઉત્કટ આવે છે, નહિતર મંદક્રિયાના મહત્ત્વથી અધિક મહત્ત્વ તેમાંની તન્મયતાનું છે. નવકારમાં સ્વાર્થ જાગ્યા પછી આ સુલભ બને છે. સાચી રીતે આપણા સ્વાર્થમાં રસ હોય, તો નવકા૨માં રસ જોઈએ જ. ૧૮. ઇન્દ્રિયજય :- વિષયરસ નવકાર રસને અટકાવે છે. ઇન્દ્રિયો વિષયો પ્રત્યે દોડે છે. એને બલાત્કારે રોકવામાં બહુ શક્તિ ખરચવી પડે. ઇન્દ્રિયોને પ્રેરનાર મનને કેળવવાથી ઇન્દ્રિયસંયમ સુલભ બને છે. મનનું Sublimation ઉર્વીકરણ કરવા નવકાર ભારે સહારો આપે છે. એકલા વિરાગથી એ ન પણ બને. નવકાર એટલે પરમ પુરુષથી રાગતા. ભક્તિ વધારવી પડે. એ માટે એમના પર બહુમાન, આસ્થા, પક્ષપાત, મમતા જોઈએ. એ રાગ રોગનાં મહારસાયણ છે. પૂ. ઉપાધ્યાયજી મ. કહે છે, ‘રાગનું ભેષજ સુજન સનેહો રે.’ ૧૯. અંતિમ મંગલ :- શ્રીઅરિહંત પરમાત્મા પ્રત્યેનો અવિહડ પ્રેમ એ સર્વ સાધનાઓનું પ્રથમ અંગ છે. તેથી તે નવકારની સાધનામાં પણ પરમ આવશ્યક છે. સર્વ જીવોનાં હૃદયમાં તે પ્રેમ પ્રગટો, એ જ મંગલ કામના. શ્રી રૂપચંદ કવિ કૃત શ્રીનવકાર ગીત (વિતા) नर समरो नवकार लहो घर संपत्ति लक्ष्मी, नर समरो नवकार मिले घर घरणी अच्छी, नर समरो नवकार सदा सुख होय सवाई, नर समरो नवकार नडे कुमणा' न कांई, नवकार 'नेम'' लीधे थके लाख उपाय न खंडीए, 'रुप' कहे सुणयो नरा एक नवकार न छंडीए. ૧. કત્સિત મન, ૨. નિયમ, ૩. સુણજો. ૧૨૮ ૦ ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy