SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ આપણાથી ભિન્ન છે. તો પછી એ બધા વિચારો કયાંથી આવે છે ?' શા માટે આવે છે? શાના આધારે આવે છે? એમની સાથેનો આપણો સંબંધ અને વ્યવહાર કેવો હોવો જોઈએ? આ બધી બાબતો ઉપર શાંત અને સ્વસ્થ ચિત્તે વિચાર કરવા લાગો જીવનનું એક અદ્ભત રહસ્ય તમારી સામે પ્રગટ થશે, એક સુંદર ચિત્ર તમારી સામે પ્રગટ થશે, એ જોઈને જાણીને અને સમજીને તમે નાચી ઉઠશો, રાચી ઉઠશો અને તરી જશો. (૨). એક મોટા ચૂલામાં અગ્નિ પેટાવેલો હતો. એની ઉપર એક મોટી દેગ ચડાવેલી હતી. એ દેગમાં પાણી હતું. અગ્નિ બરાબર રંગમાં આવ્યો. ઉકળતું પાણી ખદખદવા લાગ્યું. લાલચોળ જીભને બહાર કાઢી કાઢીને અગ્નિએ બોલવા માંડ્યું - લે, લેતું જા ! બહુ શેખી કરતું હતું ! ભલભલા અગ્નિને ઠારી નાંખવાની તારી તાકાતનાં બણગાં હવે ટૂંક ! પાણીને પડકાર આપતા અગ્નિની જીહ્યા તે પછી ચારે તરફ ફરી અને ફરીથી બોલવા લાગી. જુઓ, જુઓ, અય દુનિયાવાલા લોકો, મારી આ શક્તિનાં દર્શન કરો. મારા વડે આ પાણી પણ કેવી પીડા પામી રહ્યું છે, તે જુઓ ! . અગ્નિની વાત સાંભળીને પાણીએ સમતાભર્યું સ્મિત કર્યું. હસતાં હસતાં જ પાણીએ જવાબ આપ્યો. બંધુ અગ્નિ ! ઠાલો ઠાલો લાલ થા મા ! નાહકની ખાંડ ખા મા ! તું સમજતો હોઈશ, કે મને તું ઉકાળે છે ! ખોટી વાત છે. મને ઉકાળનાર અને પીડા પહોંચાડનાર તું નથી. એ તો આ દેગ છે. આ દેગ મને ઉકાળે છે. તું નહિ ! તું તો પીઠ પાછળ કુદાકુદ કરે છે. બાકી તારામાં તાકાત કેટલી છે, તે તો હું જાણું છું. હિંમત હોય તો સામો આવ, Direct Fight સીધી લડત-આપ ! અરે, આ દેગ જો વચ્ચેથી ખસી જાય, તો આવું ઉકળતું ઉકળતું પણ તારો તો હું ઘડોલાડવો જ કરી નાંખ્યું ! છે હિંમત ? આવી જા ! પાણીનો પડકાર સાંભળીને અગ્નિએ એની જીલ્લાને સંકેલી લીધી. ધીમા સાદે એણે જવાબ આપ્યો : તારી અને મારી વચ્ચે આ જે દેગ છે, તે જો ખસી જાય, તો તો પછી હું ઠરી . જાઉં ! પણ એ દેગને હું શા માટે ખસેડું ? મને શું ગરજ છે ? તારામાં તાકાત હોય, તો એ દેગને તું પોતે જ દૂર કર. પરંતુ હું તને અત્યારથી કહી દઉં છું, એ દેગ જ્યારે નહિ ૩૨૮ ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy