SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ તરસ્કાર થાય છે. ભાઈને પત્ર ભાઈ મારા ! સેવવા જેવો ધર્મ છે, ભજવા જેવા ભગવાન છે, જપવા જેવો નવકાર છે એ નક્કી જાણજે. અધર્મના સેવનથી દુર્ગતિમાં જવાય છે. પ્રભુને ભૂલવાથી કૃતતાના ભાગી થવાય છે.' શ્રીનવકારને ત્યજવાથી પુણ્યનો તિરસ્કાર થાય છે. અધર્મને દુર્ગતિ સાથે સંબંધ છે, એવું જાણવા છતાં મોહ અને અજ્ઞાનને વશ થઈને તેનું સેવન કરવું અને તેના ફળરૂપે સુખની આશા રાખવી તે બાવળ વાવીને આમ્રફળની આશા રાખવા જેવું છે. પ્રભુભક્તિના પ્રભાવે હૈયામાં ભાવ જાગે છે–રાગદ્વેષની જંજીરોને તોડી નાખવાનો. રાગ ઘટે છે, તેમ તેમ બહિર્ભાવ ઘટે છે. દ્વેષ ઘટે છે, તેમ તેમ દુર્ભાવ ઘટે છે. બે પક્ષના ખેલાડીઓની લાતે ચઢેલા દડા જેવી દુર્દશા રાગ-દ્વેષની લાતે ૨ તાં જીવની થાય છે. આત્માની અનંત શક્તિ આવરાયેલી રહે, તેનો જરા સરખો ખેદ પણ ન થી ૫ તો પછી માનવના ભવની સાર્થકતા કેમ સાધી શકાય ? - અહીં સુધી આવીને હવે શું પાછા પડવું છે ? આગળ જવાનો માર્ગ શું અહીંથી "જ બંધ થાય છે ? કે પછી અહીંથી આગળ વધવામાં જોખમ સમજાય છે ? , ભાઈ ! ભવની સેવા તો ઘણીયે કરી. તેના બદલામાં તેણે આપણને કેવા કેવા ભયાનક દુઃખો વડે નવાજ્યા છે એ વિસરી શકાય એમ છે કે ? તો પછી ભગવાનને ભજવામાં હવે પ્રમાદ શા માટે ? જો મન ભજનમાં ન લાગતું હોય તો એનો પણ ઈલાજ છે. અને તે ઈલાજ જેવો તેવો નહિ પણ અકસીર છે. રામના બાણ જેવો છે. તે ઈલાજનું નામ છે નવકારસ્મરણ. નવકારના સ્મરણથી ભાઈ મારા ! તારામાં જરૂર આત્માની અનંત શક્તિઓની ધર્મ-ચિંતન • ૩૬૯
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy