SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ છે. આવી દુષ્ટ વ્યક્તિઓ પ્રત્યે પણ સત્પરુષો ધૃણા કરતા નથી, એનું અનિષ્ટ ચિતવતા નથી, એના પર આક્રોશ કે રોષ કરતા નથી, કિન્તુ તેના પર સદ્દભાવપૂર્ણ માધ્યસ્થ રાખે છે, તેને સુધારવાનો પ્રયત્ન છોડતા નથી પણ પોતાના પ્રયત્નમાં અસફળ થાય તો પણ દ્વેષ ધારણ કરતા નથી. ઉલ્યું તે જીવોમાં પણ સબુદ્ધિ જાગ્રત થાય, આજ નહિ તો કાલ પણ તે સન્માર્ગ પર આવી જાય એવી ભાવના રાખે છે, એથી ઉભયનું કલ્યાણ થાય છે. જૈન ધર્મમાં સર્વોચ્ચ પદ તીર્થકરોનું છે. તીર્થકરનો જન્મ લેવા પહેલાના જન્મોમાં વિશ્વના કલ્યાણની ભાવના ઘણી ઉત્કટતાથી તેમણે કરેલી હોય છે. એના ફળસ્વરૂપ તીર્થકર બનીને સદ્ધર્મના પ્રચાર દ્વારા પોતની ભાવનાને મૂર્ત રૂપ આપે છે. સર્વની કલ્યાણભાવનાથી સ્વયં પોતાનું કલ્યાણ તો સુનિશ્ચિત છે, કેમ કે સર્વમાં સ્વયં” સમ્મિલિત છે. વિવિધ ધર્મોને નિત્ય પાઠ્ય સ્તોત્રોમાં અને વિધિ-વિધાનોમાં વિશ્વના કલ્યાણની. કામના પ્રતિદિન કરવાનું વિધાન છે. ‘શિવમસ્તુ સર્વનId: I' ‘સર્વત્ર સખ્ત સુવિનઃ ', ‘તો: સમસ્તા: સુવિનો ભવતુ ' વગેરે ભાવનાઓ ઓછેવત્તે અંશે દરેક ધર્મમાં છે. પ્રતિદિન આ જાતની શુભભાવનાઓ કરવાથી એનું પરિણામ પોતાને તથા બીજાને કલ્યાણકારી થાય છે. મનુષ્યનું જીવન અને પ્રવૃત્તિ વિચારો અને ભાવનાઓને અનુરૂપ હોય છે. એ કારણે પરહિત-કામના અને વિશ્વકલ્યાણની ભાવનાને જીવનમાં ઘણું મહત્ત્વ છે. વિચારો અને ભાવનાઓનો પ્રભાવ આચાર પર અવશ્ય પડે છે અને આજે નહિ તો કાલ તેને અનુરૂપ પ્રવૃત્તિ થાય છે, તે વડે સ્વપરનું હિત સંપાદન થાય છે. આત્મોન્નતિ માટે આવો સુગમ ઉપાય બીજો કોઈ છે નહિ. આ ઉપાય વડે પોતાનું જીવન મહાન બનાવવા સાથે વિશ્વના પ્રાણીઓને પણ શુદ્ધ હૃદયના પોકારથી સુખ-શાંતિ પહોંચાડી શકાય છે. જૈન ધર્મમાં કરવું, કરાવવું અને અનુમોદવું એ ત્રણેનું ફળ એક સરખા જેવું બતાવ્યું છે. પાતંજલ યોગદર્શનમાં પણ ‘કૃત પિતાનુમોહિત' એમ ત્રણ પ્રકારના કર્મ ફળદાયી કહ્યાં છે, તેમાં પણ હૃદયગત ભાવનાઓનું ફળ સર્વથી અધિક કહ્યું છે. ભાવનાઓ વિનાની ક્રિયાઓ શૂન્ય છે. એ કારણે પ્રતિદિન સુંદર અને ઉદાત્ત ભાવોની વૃદ્ધિ કરવા પ્રયત્નશીલ રહેવું જરૂરી છે. સર્વના કલ્યાણમાં પોતાનું કલ્યાણ રહેલું છે, એમ સમજવાથી સંકુચિતતા તરફથી ઉદારતા અને સીમિતતા તરફથી વિશાળતા તરફ જવાય છે. ૩૬૮ - ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy