________________
વિચારની અસર
(શિયાળો અસર કરે, ઉનાળો અસર કરે, અને વિચાર અસર ન કરે? કરે, જરૂર કરે, વિચાર કઈ રીતે અસર કરે છે તે ગંભીર હકીકત આ લેખમાં બહુ જ સ્પષ્ટ તેમ જ સરળ ભાષામાં વ્યક્ત થઈ છે. અગાધ ચિંતનના પરિપાક સ્વરૂપ આ લેખમાં જીવનને, શ્રીજિનેશ્વર ભગવાનની સર્વકલ્યાણકારી ભાવનાનું મહાકેન્દ્ર બનાવવાની અનુપમ સામગ્રી રહેલી છે. સં.)
એક શાંત સરોવરમાં પત્થર ફેંકવામાં આવતાં કુંડાળાવાળાં તરંગો ઉત્પન્ન થાય. છે. એક તરંગ બીજા તરંગને, બીજો ત્રીજાને એમ સરોવરના છેડા સુધી કુંડાળાં કરતાં તરંગો એક બીજાને ઉત્પન્ન કર્યા કરે છે. તેમ વિચારમાં પણ તેવા જ પ્રકારના બીજા બીજા વિચારો ઉત્પન્ન કરવાનું બળ રહેલું છે. આજે પ્રમાણે ટાઢનાં, તાપના, શરદીનાં, પ્રકાશનાં અને અગ્નિનાં આંદોલનો ફરી વળીને તેની આજુબાજુના પ્રદેશમાં ટાઢ, તાપ, શરદી, પ્રકાશ અને ગરમી ઉત્પન્ન કરે છે.
એ નિયમ મુજબ બીજાના સંબંધમાં કરેલા વિચારોનો પ્રવાહ નવાં નવાં આંદોલનો ઉત્પન્ન કરતો તે માણસ પાસે જાય છે, તેની આસપાસ ફર્યા કરે છે અને પ્રસંગ મળતાં તે વિચાર તેને અસર કરે છે. કેટલીક વખતે તે વિચાર પ્રમાણે તે માણસને શુભાશુભ કાર્યમાં પ્રવૃત્તિ કરાવે છે. શુભ વિચારો સામાના સદ્ગણમાં વધારો કરે છે, ત્યારે અશુભ વિચાર સામાં મનુષ્યને તેમજ વિચાર મોકલનારને પણ નુકસાન કરે છે. તેના દુર્ગુણમાં વધારો કરે છે.
આપણે જે બોલીએ છીએ, તે વચનમાં પણ નવીન આંદોલનો ઉત્પન્ન કરવાનો ગુણ રહેલો છે. તે આંદોલનો તેના રસ્તામાં રહેલાં અણુઓને પોતાના જેવા જ સ્વરૂપે વાસીત કરીને, શબ્દની આકૃતિઓ ઉત્પન્ન કરીને સામા રહેલા મનુષ્યોના કાનમાં પ્રવેશ કરે છે અને તે શબ્દના કહેવાના આશયનો, અર્થનો બોધ કરાવે છે અને આપણા કહેવાનો આશય સમજીને તે મનુષ્ય તેવી પ્રવૃત્તિ પણ કરે છે. આવો અને તેથી પણ સૂક્ષ્મ અને પ્રબળ ગુણ વિચારમાં રહેલો છે.
- કલ્યાણનો વિચાર જીવને સન્માર્ગગામી કરે છે. વૈષ કે તેવો વિચાર અશાંતિ અને ઉગ ઉત્પન્ન કરાવે છે કે જેને વિશ્વદૃષ્ટિ ખીલેલી છે, તેઓની જેમ આ વિચારોને જોવાની આપણી દૃષ્ટિ પણ વિકાસ પામે તો જરૂર આપણે ખરાબ વિચારો કરતાં અટક્યા વિના ન રહીએ.
જે મનુષ્યોનો સ્વભાવ સાત્ત્વિક પ્રકૃતિવાળો અને સદ્વિચારવાળો થઈ રહેલો હોય છે, તેના સહવાસમાં આવવાથી મનુષ્યોને શાંતિ મળે છે, તેની પાસે બેસી રહેવાનું ગમે
૩૦૦ ધર્મ-ચિંતન