SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ શુભ, આશાજનક અને વિશ્વનું ભલું કરવાના વિચારોને હૃદયમાં સ્થાન આપવામાં આવે, નિરંતર તેવા જ વિચારો કરવામાં આવે, તો જુઓ પછી કે અશુભ, નિરાશાજનક અને અમંગલ વિચારો દૂર નાસી જાય છે કે નહિ ? આનું પરિણામ એ આવશે કે કોઈપણ વિચાર કરવાનો પ્રયત્ન નહિ કરતા હોઈએ, તે અવસરે પણ આપણા મનમાં શુભ વિચારો જ હુર્યા કરશે. કેમકે પ્રથમ કરેલા શુભ વિચારોની આકૃતિઓ આપણી આજુબાજુ ફરતી હોવાથી તે જ તેમાં વધારો કર્યા કરે છે. વિચાર-શક્તિનો સારો ઉપયોગ કરવાનું આપણે શીખીએ તો આપણી જિંદગી સુખી અને શાંત બન્યા વિના ન જ રહે. ત્રિસંધ્યાકાપ સવાર-બપોર અને સાંજ એમ ત્રણે સંધ્યાએ વિધિપૂર્વક કરાતો શ્રીનવકારમંત્રનો જાપ વિનોને વિખેરી નાખે છે અને સંક્લેશને સમાવી દે છે. પરમોપકારી શાસ્ત્રકારોએ અચિંત્ય સામર્થ્ય ધરાવતા શ્રીનવકારને ત્રણે સંધ્યાએ જપવાનો ઉપદેશ આપતાં ફરમાવ્યું છે કે : भद्द ! पावभक्खणो एस मंतो, ता सव्वायरेण तुमए ति संझं तओ, पंच, अट्ठ वा वारे नियमओ पढियव्वओ, विसेसओ भोयणसयणेसु, न मोत्तव्वो खणं पि एत्थबहुमाणोत्ति । વત્સ ! આ મહામંત્ર પાપનું ભક્ષણ કરનારો છે અર્થાતુ પાપનો પ્રણાશ કરનારો છે. તેથી તારે સર્વપ્રકારના આદરપૂર્વક ત્રણે સંધ્યાએ ત્રણ વાર, પાંચ વાર અથવા આઠ વાર નિયમિતપણે આ મંત્રાધિરાજનો જાપ કરવો. વિશેષેકરીને ભોજન તેમ જ સુવાના સમયે મહામંત્રનો ખાસ જાપ કરવો અને આ શાશ્વત મહામંત્ર પ્રત્યેનું બહુમાન તો એક ક્ષણવાર પણ ચૂકવું નહિ. (આ. ભ. શ્રીહરિભદ્રસૂરિ મ. કૃત– શ્રીઉપદેશપદમહાગ્રંથ' આ. ભ. શ્રીમુનિચંદ્રસૂરિ મ. કૃતઃ ટીકા સમેત, પત્ર ૪૨૦-૪૨૧, ગાથા ૧૦૩૯) ધર્મ-ચિંતન. ૨૯
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy