SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ આપશ્રીના પરમધ્યેય-પરમકર્તવ્યમાં વહેલો વહેલો જોડાઈ જાઉં.. ! હે શરણાગતવત્સલ ! અચિંત્ય ચિંતનીય એવા આપશ્રીના જ ચરણોનું અદ્વિતીય શરણું હું બીનશરતે અંગીકાર કરું છું. મારી ભાવભીની ચરણસેવા સ્વીકારજો સ્વામિ ! દાન-શીલ-તપ-ભાવ સ્વને ભાવ આપવા માટે સ્વનો યોગ કરાવી આપનારા દાન, શીલ, તપ અને ભાવમાં જીવનને જોડવું જોઈએ. આહાર, ભય, મૈથુન અને પરિગ્રહનો યોગ પરભાવને ઉત્તેજે છે. તેમાંથી મુક્ત થવા માટે દાન, શીલ, તપ, ભાવનો યોગ આવશ્યક છે. દાનનો ઉત્કૃષ્ટ અર્થ, ‘હું'ની ચિંતાને સર્વની ચિંતામાં પરિણમાવવી તે છે. ઇન્દ્રિયો અને મનને આત્મામાં લીન કરવા તે શીલ છે. દાનથી દેહનો અધિકાર જાય છે. શીલથી આત્માનો અધીકાર આવે છે. તપ આત્માને નિર્મળ બનાવે છે અને ભાવ આત્માને બોલતો કરે છે. શરીર, વાણી, વિચાર પછી તેના આજ્ઞાંકિત બને છે. મન, વચન, કાયા ઉપર આહાર, નિદ્રા, ભય અને પરિગ્રહનું ચલણ છે. તેના સ્થાને સર્વ જીવ હિતકર શ્રી અરિહંતોની આજ્ઞાનું ચલણ થવું જોઈએ. એનું જ નામ આત્મભાવ છે. તેથી વર્તમાનની દારિદ્રતા અલ્પતા, ક્ષુદ્રતા તુચ્છતા અને પામરતાનો અંત આવે છે અને આત્મા આત્મભાવમાં રમે છે. જીવો પ્રત્યેના અમૈત્રીભાવનો ત્યાગ કરવો તે માર્ગ છે. માર્ગોનું સારિતા છે, તેથી આત્મ ભાવનું મંગળમય પ્રભાત ઉઘડે છે. સર્વત્ર સુખી ભવતુ લોકઃ નાના સરખા જીવને પણ દુઃખ પહોંચાડીને સુખી થઈ જવાની દૃષ્ટિ એ. સમ્યગ્દષ્ટિ નહિ, પણ મિથ્યાર્દષ્ટિ છે. ‘સર્વત્ર સુખી ભવતુ લોકઃ' એ ભાવ સિવાયનો ભાવ આત્માના ધરનો નથી, પણ આત્મા ઉપર રહેલા પૌદ્ગલિક પરિબળોનો છે. ૩૫૨ ૦ ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy