________________
• સર્વના હિત સહિતનો આત્મહિતનો ભાવ શ્રી તીર્થંકરદેવોની આજ્ઞાને અનુરૂપ છે અને તેથી સર્વ મંગળોમાં પહેલું મંગળ છે.
આ રીતે નવકાર સર્વના હિત અને સ્વ આત્મહિતને પોષક હોવાથી સર્વ પાપનો નાશક અને સર્વ મંગળોનો ઉત્પાદક બને છે.
સર્વના મંગળની ભાવના સર્વ પાપનો નાશ કરે છે અને સ્વ આત્મહિતની ભાવના સર્વ મંગળમાં પહેલું મંગળ બને છે.
નવકારમાં જે અચિંત્ય સામર્થ્ય છે તે ધર્મમહાસત્તાનું સામર્થ્ય છે. નવકાર તથા સામાયિક સાથે ધર્મમહાસત્તાનો શું સંબંધ છે? વિશ્વમાં વ્યવસ્થા સાથી છે ?
નિસર્ગ શું છે ? નિસર્ગ સાથે, સમવાય કારણો સાથે ધર્મમહાસત્તાનો સુમેળ કઈ રીતે છે?
ધર્મમહાસત્તાના પરિચયથી મોક્ષમાર્ગની આરાધકે પોતાની સાધના શી રીતે જીવંત બનાવી શકે ? આ પ્રશ્નોનો આપણે વિચાર કરીશું ?
नमस्तेऽवतीय विश्वोपकृत्यै, नमस्ते कृतार्थाय सद्धर्मकृत्यैः । नमस्ते प्रकृत्या जगद्वत्सलाय,
नमस्ते नमस्ते नमस्ते नमस्ते ॥ .. વિશ્વના ઉપકાર માટે જ અવતરેલા, સદ્ધર્મનાં અનુષ્ઠાનોને આચરવાવડે કૃતાર્થ બનેલા અને સ્વભાવથી જ સમગ્ર જગત ઉપર વાત્સલ્યને ધારણ કરનાર એવા હે પ્રભુ! આપને પુનઃ પુનઃ નમસ્કાર.
- મહામહોપાધ્યાય શ્રીવિનયવિજય ગણિવર વિરચિત
શ્રીજિનસહસ્રનામસ્તોત્ર, ૧૫
ધર્મ-ચિંતન ૦ ૮૩