________________
“વચન સાપેક્ષ વ્યવહાર સાચો કહ્યો રે, વચન નિરપેક્ષ જૂઠો રે, - નિશ્ચય દૃષ્ટિ હદય ધરેજી પાસે જે વ્યવહાર, પુણ્યવંતને પામજી, ભવ સમુદ્રનો પાર.”
આવી અનેક વાતો તેઓશ્રી એટલા માટે કહેતા કે તેઓશ્રીના હૃદયમાં નિષ્કામ પ્રેમનું ઝરણું વહેતું હતું. તેઓશ્રી પાસે આવેલ મુમુક્ષુ તત્ત્વને પ્રાપ્ત કરે, એકાંતમાં ન જાય, નયસાપેક્ષ વિચારોથી ભાવતિ બને, જીવ માત્ર ઉપર મૈત્રીભાવવાળો બને, પ્રભુ ભક્તિમાં લીન બની આત્મ-કલ્યાણની સાધના કરે, નમસ્કાર-ભાવ પ્રાપ્ત કરી પ્રભુના ચરણોમાં સમર્પિત બને, એવી કરુણાસભર વાતો તેઓ જ્યારે તત્ત્વનું નિરૂપણ કરતા ત્યારે તેમના પ્રવચનમાં સંભળાતી. સાંભળીને મુમુક્ષુઓના હૃદયમાં અમૃતનો સ્વાદ આવતો. અને સાકરથી પણ વધુ મીઠાસનો અનુભવ થતો.
જ્યારે જીવનમાં સદ્ગુરુની કૃપા મળે છે ત્યારે ક્ષણિક આનંદ અને શુદ્ર ક્રીડાઓમાં મસ્ત બની જીવની યુક્તિઓનું ઉદ્ઘકરણ થાય છે અને એ શાશ્વત આનંદનો અનુભવ કરાવે છે.
પૂજય ગુરુ ભગવંત પંન્યાસજીમ.ના નેત્રોમાંથી નિર્મળ શાંતિનું કરણું વહેતું. એમના દર્શનમાં સાધક આત્મા પરમશાંતિનો અનુભવ કરતો.
ગુરુકૃપામાં એવા પ્રકારની શક્તિ રહેલી છે જે સાધકના અશકયને શક્ય બનાવે છે. ગુરુ કૃપાથી મનના મેલ દૂર થાય છે. ગુરુના હૃદયમાં રહેલ વાત્સલ્ય શિષ્યને અમૃતની ગહેરાઈ તરફ લઈ જાય છે. આવા સદ્ગુરુનો યોગ પણ અચાનક થતો નથી એની પાછળ પણે કાર્ય-કારણભાવની શૃંખલા છે.
જ્યારે પૂજ્ય પંન્યાસજીમ.ના અંતરની વીણામાં અરિહંતવાણીનું મધુર સંગીત વાગતું ત્યારે તેમનો આત્મમયુર નારકવા લાગતો. જ્યારે તેમના હૃદયમાં રહેલ અરિહંતવાણીનો નાદ ગુંજતો અને વાણી દ્વારા પ્રગટ થતો ત્યારે શ્રોતાઓના હૃદયમાં પણ અરિહંત-ભક્તિનો રોમાંચ પેદા થયા વિના ન રહેતો.
બોલવામાં તકલીફ પડતી એવી શારીરિક અંતિમ અવસ્થામાં પણ તેઓશ્રીના નેત્રોમાંથી વહેતી કરુણાનો અનુભવ થતો.
પૂજ્ય પંન્યાસજીમના હૃદયમાં રહેલી વિશ્વપ્રેમની ગંગોત્રીમાંથી વહેતો પ્રેમપ્રવાહ જ્યારે ભાવસ્વરૂપને ધારણ કરે ત્યારે તે ગંગોત્રી પ્રેમની મહાગંગા બનીને જગતના જીવોને પ્રેમગંગામાં ભીંજવી દેતી. આ પ્રેમગંગામાં અનંત જીવરાશિના કલ્યાણની કામના “સવિ જીવ કરું, શાસનરસી”ના આંશિક રૂપની પ્રતિની કરાવતી. આ મહાપુરુષનું જીવન સદ્ગુણોના નંદનવન સમ હતું. આ નંદનવનના પુષ્પોની સુવાસ અમારા જીવનને પણ પવિત્ર બનાવે એ જ કામના સહ.