________________
- “હું આ સર્વજીવોને કોઈપણ ઉપાય વડે જેમ બને તેમ આ ભયંકર દુ:ખમાંથી ઉગારું.” એમ શ્રેષ્ઠ બોધી એટલે સમ્યગ્દર્શનથી યુક્ત એવા તે મહાત્મા વિચારે છે.
करुणादिगुणोपेतः परार्थव्यसनी सदा ।
तथैव चेष्टते धीमान्, वर्धमानमहोदयः ॥ કરુણાદિ ગુણોવાળા, સદાય પારકા કાર્ય કરવામાં અત્યંત તત્પર અને પ્રવર્ધમાન પુણ્યવાળા તે જ મુજબ પ્રયત્નો કરે છે.
तत्तत्कल्याणयोगेन, कुर्वन् सत्त्वार्थमेव सः ।
तीर्थकृत्वमाप्नोति, परं सत्वार्थसाधनम् ॥ સર્વ જીવાત્માઓના હિત માટે તે તે હિતકર કાર્યોને કરતા તે મહાત્મા શ્રીતીર્થંકરપણાને પામે છે. જે જીવોના કલ્યાણનું પરમ સાધન છે.
શ્રીતીર્થંકરદેવોના આત્માઓએ પોતાની ભાવનામાં એકપણ જીવની ઉપેક્ષા ન કરતાં પ્રત્યેક જીવ માટે સર્વ સુખની કલ્યાણકામના કરી છે. . એમની ભાવના માત્ર ભવી જીવને જ શાસનરસી બનાવવાની નહિ પણ “સવિ જીવ કરું શાસનરસી”ની હોય છે. - અભવ્યો મોક્ષ પામે નહિ માટે તેમનું કલ્યાણ ન ઇચ્છવું એમ નથી પરંતુ કલ્યાણ તો સર્વજીવોનું ઇચ્છવાનું છે. | સર્વ જીવાત્માઓના હિત માટે હિતકર કાર્યોને કરતા તે મહાત્મા સર્વજીવોને પરમ ઉપકારી બને છે.
અને આજે પણ, આ ક્ષણે પણ શ્રી તીર્થંકરદેવને આત્માઓ સર્વજીવોનું હિત . ચિંતવી રહ્યા છે, કરી રહ્યા છે.
મારું હિત, તમારું હિત તથા સર્વનું હિત ! જેમાં એકેય જીવ બાકી ન રહી જાય.
કેટલી પ્રશસ્ત છે “હું સર્વ જીવોને આ સંસાર દુઃખથી ઉગારું” એવી ઉદાત્ત ભાવના !
કેવો કલ્યાણકારી છે. આ પરિહિતચિતનનો પ્રબળ અધ્યવસાય ! ભાવનાનો પૂંજ
વિશ્વમાં આજે અનેક મહાત્માઓ સર્વના કલ્યાણની આ શ્રેષ્ઠ ભાવના ભાવી રહ્યા છે. ભૂતકાળમાં થઈ ગયેલા મહાસત્ત્વોએ આ ભાવના ભાવી છે.
આપણે સ્વીકારવું જ પડશે કે સમગ્ર વિશ્વમાં આ શ્રેષ્ઠ ભાવનાનો પૂંજ સદા સર્વદા સતત (Constant flow of super vibrations) વહી રહ્યો છે.
ધર્મ-ચિંતન ૭૩