SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ગયા. આ ઘટનાની શ્રીહર્ષના હૃદય પર જુદી જ અસર થઈ. બાહ્યશત્રુ સાથેના યુદ્ધમાં મળેલી સરિયામ નિષ્ફળતાએ આંતરશત્રુ સાથે રણસંગ્રામ ખેલવાની ખેવના જગાવી. રાગ-દ્વેષની ગલીચ ગલીઓમાંથી બહાર નીકળી રાજા શ્રીહર્ષ વૈરાગ્યના સરિયામ માર્ગ ઉપર આવી ગયો. મૈત્રીભાવનું પવિત્ર ઝરણું એના હૃદયમાં વહેવા માંડ્યું. વૈરનું વિષ વમી ભાવસાધુ બનેલા શ્રીહર્ષે રાજપુત્ર શ્રીદેવને રાજગાદી સોંપી સોનેરી હિતશિક્ષા આપતાં કહ્યું – -“હે કુમાર ! દુર્જનની સંગતિ, કુસ્ત્રીનો સંગ્રહ, ક્રોધ, મદ, વ્યસન, અનીતિના ધનનો સ્વીકાર, કદાગ્રહ અને મૂર્ખતા આ આઠ વસ્તુઓ કદી ન કરવી. –સર્વજીવો પ્રત્યે મૈત્રીભાવ, સગુણોનો અભ્યાસ, કલામાં કૌશલ્ય, કલ્યાણમિત્રની સોબત, દક્ષતા, કરુણા, ઉદ્યમ અને ઇન્દ્રિયોનો વિજય આ આઠ કર્તવ્યોના પાલનમાં કદી પ્રમાદ ન કરવો. -નિર્લજ્જતા, નિષ્ફરતા, માયા, અવિનય, અકુશલતા, અનમ્રતા, અસત્ય અને અયશ આ આઠ દુર્ગુણોને હમેશાં તજવા. –ઉપકાર, શરણાગત, સુભાષિત, સાહસ, સદ્વિદ્યા, સુદેવ, સુગુરુ અને સુધર્મ આ આઠને સદાય હૃદયમાં ધારણ કરવા. –સર્પ, પાણી, અગ્નિ, રોગ, દુશ્મન, યુવતી, કામવાસના અને રાજા આ આઠનો સ્વપ્નમાં પણ વિશ્વાસ કરવો નહિ.” રાજપુત્રે સકર્ણ બની પિતાએ આપેલી હિતશિક્ષાનું અમૃત પીધું. રાજા શ્રીહર્ષ રાજપાટ છોડી ચારિત્રના મહામાર્ગે ચાલ્યા ગયા. શ્રીદેવે ન્યાય અને વાત્સલ્યથી પ્રજાનું પાલન કરવા માંડ્યું. એકવાર કામરૂપદેશના રાજાનું વેર તેને યાદ આવ્યું. વેરની વસૂલાત કરવાના કોડ જાગ્યા. મંત્રીઓની સલાહ ન હતી છતાં શ્રીદેવે સાહસ ખેડયું. સૈન્ય સાથે પ્રયાણ કરી કામરૂપદેશના રાજા સાથે યુદ્ધ આરંભ્ય. ભવિતવ્યતા વિપરીત હતી. દુશ્મન રાજાના પરાક્રમ આગળા શ્રીદેવનું સૈન્ય ટકી શક્યું નહિ. સૈન્યનો નાશ થવાથી એકલો પડેલો શ્રીદેવ ગભરાયો અને ત્યાંથી ભાગી છૂટ્યો. દોડતો દોડતો એક મહા અટવીમાં જઈ પહોંચ્યો. તાપ અને તૃષાથી તે તરફડી રહ્યો હતો. પરાભવનો સંતાપ એના હૃદયને ૩૯૪ ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy