SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ કરાય ? આપણને સત્ય લાગે તેને આચારમાં મૂકવાની ઇચ્છાશક્તિ દઢ કેમ થાય ? આપણું વિષયોમાં ચકચૂર થયેલું મન તેના વિષયોની પરાધીનતામાંથી મુક્ત કેમ થાય ? મનુષ્યની પોતાની પ્રકૃતિ બદલાય શી રીતે ? તેનો પરંપરામાન્ય જવાબ એ છે કે જીવનમાં હરઘડીએ આંતનિરીક્ષણ કરવું. થોડી થોડી નિવૃત્તિ લઈ સત્યનું સંશોધન કરવું. સત્ય સમજાય કે–તેને ચિત્તમાં સતત ધારણ કરવું અને પ્રભુ પ્રાર્થના કરી તેને આચારમાં મૂકવાનું બળ માગી લેવું. બળ અવશ્ય મળશે. પણ આપણે પ્રકૃતિથી વિરુદ્ધમાં ક્યાં જવું છે ? તેને સ્વાધીન કરી લેવાની છે. બધી કામનાઓ છોડી દેવાનું કોણ કહે છે ? તેને સ્વાર્થથી મુક્ત કરવાની છે. ગુણોનો ત્યાગ કરવાનું કોઈ કહેતું નથી. સદ્દગુણો વિકસાવવાનું જ કહેવાનું છે. સુખને ફેંકી દેવાની વાત અહીં થતી નથી, શાશ્વત સુખ કમાઈ લેવાનું છે. પ્રકૃતિ એમની એમ રહે છે અને સંસાર એમનો એમ રહે છે જીવનનું વહેણ માત્ર બદલાય છે, તે અધોગામી મટી ઉર્ધ્વગામી બને છે. એને માટે શ્રમ અને તપશ્ચર્યા કરવાના રહે છે. પણ ક્યા જીવનમાં એ કરવાનાં નથી હોતાં ? આપણું પ્રત્યેક કાર્ય આપણા જીવનની શક્તિ પર અસર કરે છે. દુષ્કર્મ કરનારો કે પાપ કરનારો ઘડીભર ભોગ ભોગવતો દેખાશે, પણ તે કેટલો નિર્બળ બન્યો, તેનો કંઈ ખ્યાલ કરે છે ? એક સત્કાર્ય તમારા બીજા સત્કાર્યનું પગથિયું બની તમારી દૃઢતામાં ઉમેરો કરે છે અને એક દુષ્કાર્ય તમને લથડિયું ખવડાવી ' નિર્બળ કરી અંતે પાડે છે. - જીવન કંઈ ભોગો ભોગવવા માટે નથી. એક ભોગ તમને બીજા ભાગમાં લપસાવે છે, તમને નિર્બળ ને કૃપણ બનાવે છે. જો તમે માનવધર્મ પ્રમાણે સંયમપૂર્વકના ભોગ ભોગવશો તો આધ્યાત્મિક જીવનની હાનિ કર્યા વિના તમે બળવાન અને પુષ્ટ થશો. જીવન જીવવા માટે છે, તે દબાવી દેવા માટે નથી. પણ એ જીવન ભંડ-ડુકરનું નહીં હોવું જોઈએ. તમે એવી રીતે જીવો કે જાણે આત્માનું જીવન પ્રગટ થઈ રહ્યું છે. તમે અમર હો તો તમને ભય શો? તમે સૌમાં ઓતપ્રોત હો, તો ઠેષ શો ? તમે શ્રેષ્ઠ હો તો ઇર્ષ્યા શી? તમારું જ સર્વ કંઈ હોય તો લોભ શો? પરિગ્રહ શો? આ માટીના દેહમાં અને આ સ્થિતિસ્થાપક ચિત્તમાં પણ આત્માની કલા પ્રગટ થઈ શકે. ચિત્રકાર કાગળ પર, શિલ્પકાર પત્થર પર અને ગાયક વાજિંત્ર પર ચૈતન્યના ચમકારા પ્રગટ કરતો નથી ? ધર્મ-ચિંતન ૫
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy