SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ એટલે શું ? (શ્રીજિનેશ્વરદેવપ્રરૂપિત ઉભય પ્રકારના ધર્મની હૃદયસ્પર્શી સ્પષ્ટતા, તેમ જ સાચું સુખ પરને પીડા પહોંચાડવારૂપ પાપના માર્ગે નહિ, પરંતુ અહિંસા, સત્ય, સંયમ આદિ સાથેના ઢ સંબંધને પરિણામે બંધાતા પુણ્યાનુબંધીપુણ્યથી થતી નિર્જરાના પરિણામે પોતે અનુભવી શકે છે, તત્સંબંધી બોધક હકીકત આ લેખમાં વર્ણવવામાં આવી છે. સં.) ‘યતોડ મ્યુયાનિ: શ્રેયસસિદ્ધિ: સ ધર્મ: ।' જેનાથી અભ્યુદય અને નિઃશ્રેયસની સિદ્ધિ થાય તે ધર્મ : ધર્મની આ વ્યાખ્યા સર્વ આસ્તિક દર્શનકારોને માન્ય છે. અભ્યુદય એટલે પૌદ્ગલિક આબાદી. નિઃશ્રેયસ એટલે આધ્યાત્મિક શ્રેય. ધર્મથી જેમ આધ્યાત્મિક શ્રેય સધાય છે, તેમ પૌદ્ગલિક આબાદીનું કારણ પણ ધર્મ જ છે. પૌદ્ગલિક આબાદી એટલે ભૌતિક ઉન્નતિ, ભૌતિક સુખોની સિદ્ધિ. સુખ બે પ્રકારનાં છે. એક પુદ્ગલના સંયોગથી થનારાં. બીજાં પુદ્ગલના સંયોગ વિના થનારાં. પુદ્ગલના સંયોગથી થનારાં સુખો એ ભૌતિક સુખો છે. કોઈ પણ પુદ્ગલના સંયોગ વિના કેવળ આત્મપદાર્થથી ઉત્પન્ન થનારું સુખ એ આધ્યાત્મિક સુખ છે. આધ્યાત્મિક સુખની સિદ્ધિ નિર્જરાલક્ષી ધર્મથી છે. પૌદ્ગલિક સુખની સિદ્ધિ એ પુણ્યલક્ષી ધર્મથી છે. જેમાં શુભકર્મનો બંધ એ ધ્યેય છે, તે પુણ્યલક્ષી ધર્મ છે. જેમાં પુણ્ય અને પાપ ઉભયનો ક્ષય એ ધ્યેય છે, તે નિર્જરાલક્ષ્મી ધર્મ છે. નિર્જરાલક્ષી ધર્મ મોક્ષમાં પરણમે છે. પુણ્યલક્ષી ધર્મ સંસારની ચારે ગતિમાં વિવિધ પ્રકારનાં સુખોનો અનુભવ કરાવે છે, એ સુખો પ૨દ્રવ્યની ઉપાધિથી થનારાં હોવાથી આદિ અને અંતવાળા છે. પરદ્રવ્યની ઉપાધિ વિના, કેવળ આત્મામાંથી ઉપજનારા આધ્યાત્મિક સુખો છે, તેની આદિ છે પણ અંત નથી. આજકાલ ભૌતિક સુખોની પ્રતિષ્ઠા આજના કાળમાં ભૌતિક સુખોને મોટી પ્રતિષ્ઠા પ્રાપ્ત થયેલી છે. ભૌતિક સુખોની સિદ્ધિનું કારણ વિજ્ઞાન મનાય છે. વિજ્ઞાનની વિવિધ શોધોથી ભૌતિક સુખોનાં સાધન વધ્યાં છે અને વધે છે. ઉત્તમ પ્રકારનાં રૂપ-૨સ-ગંધ-સ્પર્શ અને ઉત્તમ પ્રકારના શબ્દ તેમ જ તે બધાંની પ્રાપ્તિ એ આજના મોટા ભાગના મનુષ્યોનું ધ્યેય હોય છે. એ ધ્યેયની સિદ્ધિ વિજ્ઞાનથી થતી દેખાય છે. તેથી મનુષ્ય તે તરફ ખેંચાતો જાય છે, પરંતુ તેનું આકર્ષણ તેને સુખના ખરા માર્ગે લઈ જવાનો બદલો ખોટાં માર્ગે લઈ જાય છે. ૮૦ ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy