SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ અને ફરી વિખેરાવા લાગે. આવો ખેલ ચાલ્યો હતો, એટલામાં પવન જોરથી આવ્યો. બાળક પાછળ ધકેલાઈ ગયો અને ચત્તો પડી ગયો. પવન શાંત થયો અને બાળકે આંખ ઉઘાડી એટલામાં આકાશમાં ચંદ્રમા એના પૂરા તેજથી ઝળહળી રહ્યો હતો, એ તેના જોવામાં આવ્યો. પાણીમાં વિવિધરૂપે ખંડવિખંડ થઈ જણાતો હતો, એ જ આ ચંદ્રમાં છે એવી એને ખાત્રી થઈ. એ એ દ્રષ્ટાંત ઉપરથી સિદ્ધ થાય છે કે, જગતમાં જણાતી બધી વસ્તુઓ જે હાલમાં જણાય છે તે જ તેનું મૂળ સ્વરૂપ નથી. એ તો ક્ષણજીવી બદલાતા તેના પર્યાયો છે. બીજું દ્રષ્ટાંત આપણે લઈએ. એક જ માણસ કોઈનો બાપ હોય છે, ત્યારે બીજાનો દીકરો હોય છે. કોઈ એને ભાઈના નામે બોલાવે છે, ત્યારે બીજો એને બનેવી માને છે. એકનો સસરો થાય છે, ત્યારે કોઈનો એ જમાઈ હોય છે. આમ એક જ માણસ ઉપર પરિસ્થિતિ અને સંયોગોના બદલાવાથી જુદા જુદા નાતાઓનું આરોપણ થતું આપણે જોઈએ છીએ. વાસ્તવમાં એ માણસ જુદા જુદા ભાવોમાં એક જ છે, ત્યારે આપણને પોતાને ઓળખવું હોય તો આપણું મૂળ સ્વરૂપ શું છે, એ આપણે ઓળખવું જોઈએ સાથે સાથે આપણે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણે એકેન્દ્રિયથી લગાવી પંચેંદ્રિય આદિ ચોરાશી લાખ જીવાયોનિઓમાં પ્રવાસ કરી ચૂક્યા છીએ. અનેક વેશ, અનેક રૂપ અને અનેક સંયોગોમાં અનેક ભાવનાઓનો અનુભવ આપણે લીધેલો છે. એટલા માટે જ મનુષ્યભવનું મહત્ત્વ મોટું જણાવવામાં આવે છે. માટે આપણે પોતે શરીર કે બીજી કોઈ વસ્તુ નહીં પણ આત્મા છીએ. નિરાલંબ, શુદ્ધ, બુદ્ધ છીએ. પણ અનેક જાતના આવરણોને લીધે આપણું મૂળ સ્વરૂપ પારખી શકતા નથી. અને તેને લીધે જ અજ્ઞાનજન્ય ભ્રમમાં આપણે આપણું પોતાનું મૂળ સ્વરૂપ ભૂલી ગયેલા છીએ. એ સ્વરૂપ ઓળખવાનો થોડો પણ આપણે પ્રયત્ન કરીએ તો આપણું વ્યક્તિત્વ પ્રગટી નીકળે અને એ પ્રગટ થતાં આપણી જગત તરફ જોવાની દૃષ્ટિમાં મોટો ફેર પડી જાય. આ જગત મૂળ તો આત્મા જ છે, આ જણાતી ભિન્નતા એ ભાસમાન . અને ઠગારી છે, સત્ય નથી. એવો પ્રત્યય થતાં આપણું વ્યક્તિત્વ જુદું તરી આવે તેમ છે અને તેની ઉપરના આવરણોનો પ્રત્યય આપણને આવવા માંડે. અને એમ થતાં એ આવરણો ખસેડવાનું આપણને જરૂરી જણાય. અને યથાવકાશ એ આવરણો જો દૂર થાય ત્યારે આપણું ક્ષેત્ર આ ખાબોચિયા જેવડું ટુંકુ નથી, પણ વિશાળ છે. આપણું જ્ઞાન અગાધ છે. આપણે આ દેહરૂપી પીંજરામાં પૂરાયેલ બંદીવાન નથી પણ અખંડ, અવ્યાબાધ, અજર, અમર એવા આત્મા છીએ, એવી ખાત્રી થશે. અને અનુભવ થતાં આપણા આનંદની સીમા રહેશે નહીં, માટે આપણે આપણા વ્યક્તિત્વને અર્થાત્ આપણને પોતાને જ ઓળખતાં શીખવું જોઈએ. વ્યક્તિત્વને આપણે જાણવું હોય, ત્યારે સમષ્ટિરૂપ આત્માને આપણે જાણવો પડે છે અને એવા પ્રસંગે વ્યક્તિત્વને આપણે ભૂલી જવું પડે છે. જ્યારે આપણે એવું જાણતા ' થઈએ કે, હું એ બીજો કોઈ નહીં પણ સમષ્ટિનો એક અંશ–ભાગ છું અને બધાઓના ધર્મ-ચિંતન • ૨૭૯
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy