SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ અનંતીવાર ગ્રહણ કર્યા અને તોય આપણા ભવનો પાર ન આવ્યો, આપણી અપૂર્ણતાઓ કાયમ રહી, અંતરાયોનાં નાટક બંધ ન થયાં, મૃત્યુને જીવાડનારી સામગ્રીનું - ઉત્પાદન સર્વથા બંધ ન થયું. લોક આખામાં શ્રીનવકારથી વધુ મજબૂત બીજો કોઈ ટેકો નથી. તેના ટેકે આજ સુધીમાં અનંતા આત્માઓની મોક્ષટેક પૂરી થઈ છે. તેમ જ ભવિષ્યમાં પૂરી થવાની છે. મૂળના ટેકે વૃક્ષ ટકે, ફાલે અને છાયા ફેલાવે તેમ શ્રીનવકારના ટેકે શુભભાવ ટકે, ફાલે અને સર્વત્ર વિસ્તરે. રાજાને શરણે જનારને સ્વાભાવિકપણે રાજ્યના સમગ્ર સૈન્યનું શરણું પ્રાપ્ત થઈ જાય છે, તેમ શ્રીપંચપરમેષ્ઠિ ભેગવંતોને શરણે જનારા મહાપુણ્યશાળી આત્માને ત્રિભુવનમાં રહેલા શ્રીનવકારનિષ્ઠ આત્માઓની સર્વકલ્યાણકર શુભ ભાવનાનો સહયોગ પ્રાપ્ત થઈ જાય છે. છે તે જ રીતે જે જાગ્રત અને વિવેકી આત્માઓ શ્રીનવકારનું શરણું સ્વીકારે છે તેઓ તેના માત્ર અક્ષરોને શરણે જતા નથી પરંતુ તે અક્ષરો જેઓશ્રીના પરમકલ્યાણકર નામનો સ્પષ્ટ બોધ કરાવે છે તે શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોને શરણે જાય છે. મતલબ કે શ્રીનવકારના ટેકે આપણે લોકનાથના પરમતારકભાવોનો અનન્યતમ ટેકો મેળવવાને મહાભાગ્યશાળી બનીએ છીએ. : રાજાના દેહમાં જ્યાં સુધી આત્મા હોય છે ત્યાં સુધી તેના બહુમાન કાજે તેનું સૈન્ય અને રૈયત અહર્નિશ તત્પર રહે છે તેમ જે અક્ષરો શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોના પરમકલ્યાણકર નામનો બોધ કરાવતા હોય તેના તરફ આપણા હૈયામાં શ્રીપંચપરમેષ્ઠિભગવંતો પ્રત્યે હોય છે તેટલો જ સર્વોચ્ચ પૂજ્યભાવ હોવો જોઈએ. એકનિષ્ઠાપૂર્વક શ્રીનવકારને શરણે જનારો મહાસત્ત્વશાળી આત્મા, ત્રિભુવનક્ષેમકર મહાકરુણાનો પક્ષકાર બની જતો હોવાથી, ત્રિભુવનનું એક સામટું સ્થૂલ બળ અકારણ તેના એક રોમને પણ હરકત પહોંચાડી શકતું નથી.' શ્રીનવકારના પક્ષમાં રહેનારના પક્ષમાં ત્રિભુવનનું મહાસત્ત્વ અનાદિથી રહેતું આવ્યું છે અને અનાદિ અનંતકાળ સુધી રહેવાનું છે. “નમો અરિહંતાણપદનો જાપ જપનારો પુણ્યશાળી આત્મા તે પદના માત્ર સાત અક્ષરોને યાદ નથી કરતો, પરંતુ તે પદ જેઓશ્રીના અનંતકલ્યાણકર નામનો સ્પષ્ટ બોધ કરાવે છે તે શ્રીઅરિહંત પરમાત્માને યાદ કરે છે, તે દેવાધિદેવના પરમતારકભાવને 'હૃદયપૂર્વક ભજે છે. ધર્મ-ચિંતન : ૧૩૧
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy