________________
9
)
અધ્યાય : -સૂત્ર-૮ તત્ત્વાર્થાધિગમસૂત્ર સંસારમાં છે કે નહીં ? અને જો છે તો મનુષ્યગતિ આદિ ચારે ગતિઓમાં ક્યાં ક્યાં છે? ઈત્યાદિ વિચારવું. સમ્યત્વ એ આત્માનો ગુણ હોવાથી જગતમાં છે જ. અને તે ચારે ગતિમાં થઈ શકે છે. ફક્ત ક્ષાયિક સમ્યકત્વ (પ્રારંભની દૃષ્ટિએ) મનુષ્યગતિમાં જ પ્રાપ્ત કરી શકાય છે. આ રીતે
જાતિ આદિ બીજી માર્ગણાઓમાં પણ વિચારવું. (૨) સંખ્યા - આ સંસારમાં સમ્યગ્દર્શની જીવોની સંખ્યા
કેટલી? તે વિચારવું. ઉપશમ સમ્યકત્વી જીવો સંખ્યાતા અને ક્ષયોપશમ સમ્યકત્વી જીવો અસંખ્યાતા, અને ક્ષાયિક સમ્યકત્વી જીવો (સિદ્ધ ભગવંતોને સાથે ગણતાં) અનંતા
હોય છે. (૩) ક્ષેત્ર- સમ્યકત્વી જીવોને રહેવાનું ક્ષેત્ર કેટલું? ચૌદ
રાજલોક સ્વરૂપ લોકાકાશનો અસંખ્યાતમો ભાગ ક્ષેત્ર હોય છે. સમ્યક્ત્વી જીવો વાળું સર્વક્ષેત્ર ગણીએ તો પણ
(સમુદ્યાત વિના) સંપૂર્ણ લોકનો અસંવભાગ જ થાય છે. (૪) સ્પર્શન - સ્પર્શના એ ક્ષેત્ર કરતાં કંઈક અધિક હોય છે.
જ્યાં વસ્તુ અવગાહીને રહે તે ક્ષેત્ર, અને તે તથા તેની
આજુબાજુના ક્ષેત્રનો સ્પર્શ તે સ્પર્શન. (૫) કાલ-સમય, સમ્યકત્વ પ્રાપ્ત કર્યા પછી જીવ તેમાં કેટલો કાલ
વર્ત? જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાધિક છાસઠ
સાગરોપમ અને ક્ષાયિકને આશ્રયી સાદિઅનંતકાલ માપજાણવું. (૬) અત્તર - વિરહ, આવેલું સમ્યકત્વ ચાલ્યું જાય તો તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org