________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાયઃ ૨-સૂત્ર-૪૯ ૭૧
ભાવાર્થ - ઉપપાત જન્મવાળા દેવો તથા નારકીના સર્વે જીવોને વૈક્રિય શરીર હોય છે. જન્મથી મરણ પર્યન્ત વૈક્રિય શરીર જ હોય છે. તથા તિર્યંચ પંચેન્દ્રિયમાં અને ગર્ભજ મનુષ્યોમાં લબ્ધિના નિમિત્તવાળું (વિશિષ્ટ શ્રુત-ચારિત્ર અને તપોબલવાળા ૫. તિર્યંચ અને મનુષ્યના જીવોને લબ્ધિપ્રત્યયિક) વૈક્રિય શરીર હોય છે. લબ્ધિ વિનાના તિર્યંચ-મનુષ્યોને વૈક્રિય શરીર હોતું નથી. દેવ-નારકીને આ વૈક્રિયશરીર ભવપ્રત્યયિક છે. અને પં. તિર્યંચ મનુષ્યોને આ શરીર લબ્ધિપ્રત્યયિક છે. વાયુકાયને જે વૈક્રિય શરીર છે. તે લબ્ધિપ્રત્યયિક જાણવું. કારણ કે ભવપ્રત્યયિક હોય તો સર્વે વાઉકાયને હોવું જોઇએ. અને દારિકનો અભાવ જ જોઈએ પરંતુ તેમ નથી. માટે લબ્ધિપ્રત્યયિક જ છે. ૨-૪૭-૪૮.
शुभं विशुद्धमव्याघाति चाहारकं चतुर्दशपूर्वधरस्यैव ४८ શુભ વિશુદ્ધમવ્યાઘાતિ ચાહારક ચતુર્દશપૂર્વધરસ્થવ ૨-૪૯ શુભ વિશુદ્ધ અવ્યાઘાતિ ચ આહારક ચતુર્દશપૂર્વધરસ્ય એવા
સૂત્રાર્થ આહારક શરીર શુભ છે. વિશુદ્ધ છે. અવ્યાઘાતી છે અને ચૌદપૂર્વધર મુનિને જ હોય છે. ર-૪૯.
ભાવાર્થ-આહારક શરીર અત્યન્ત શુભ છે. કારણ કે હાડ-માંસ ચરબી-રુધિર આદિ ધાતુઓથી રહિત છે. અને ઉત્તમ વર્ણાદિ વાળા પુદ્ગલોનું બનેલું છે. માટે શુભ છે. દર્શન કરવાં અથવા ઋદ્ધિ જોવી ઈત્યાદિ ઉત્તમ આશયથી બનાવેલું છે. અને નિરવદ્ય છે. માટે વિશુદ્ધ છે. તથા ગમે તેટલી વેગવાળી ગતિથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org