Book Title: Tattvarthadhigama sutra Tika
Author(s): Umaswati, Umaswami, Dhirajlal D Mehta
Publisher: Jinshasan Aradhana Trust

Previous | Next

Page 350
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૧૦-સૂત્ર-૭ ૩૨૫ (૪) લિંગદ્વાર= કયા કયા લિંગ (વેદમાં અથવા વેશમાં) મોક્ષે જાય? સ્ત્રીલિંગ, પુરુષલિંગ, અને નપુંસકલિંગ, એમ ત્રણે લિંગે જીવો મોક્ષે જાય છે એમ શ્વેતાંબર સંપ્રદાય માને છે. અને સ્ત્રીલિંગ વિના શેષ ૨ લિંગે જીવો મોક્ષે જાય છે. એમ દિગંબર સંપ્રદાય માને છે. વેશને આશ્રયી દ્રવ્યથી સ્વલિંગ, અન્યલિંગ અને ગૃહસ્થલિંગ એમ ત્રણે લિંગે જીવ મોક્ષે જાય છે. (૫) તીર્થદ્વાર= ભગવાનનું તીર્થ સ્થપાયું હોય ત્યારપછી મોક્ષે જવાય કે તેની પહેલાં પણ મોક્ષે જવાય? તીર્થ સ્થપાયા પછી મોક્ષે જાય એ રાજમાર્ગ છે. ઘણા જીવો આ રીતે મોક્ષે જાય છે. પરંતુ અપવાદરૂપે મરુદેવા માતાની જેમ ક્વચિત્ તીર્થ સ્થપાયા પહેલાં પણ કોઇ જીવો મોક્ષે જાય છે. (૬) ચારિત્રદ્વાર= સામાયિકાદિ પાંચ પ્રકારના ચારિત્રોમાંથી ક્યા ક્યા ચારિત્રોમાંથી મોક્ષે જવાય છે? ૧૧-૧૨-૧૩-૧૪માં ગુણઠાણે નિયમા યથાખ્યાત ચારિત્ર જ હોય છે. અને ચૌદમા ગુણસ્થાનક પછી જ મોક્ષ થાય છે. તેથી ફક્ત એક યથાખ્યાત ચારિત્રમાંથી જ મોક્ષે જવાય છે. પરંતુ યથાખ્યાત પામતાં પહેલાં પૂર્વકાળને આશ્રયી સામાયિક, સૂક્ષ્મસંપરાય અને યથાવાત એમ ૩, અથવા છેદોપસ્થાપનીય સાથે ૪, અથવા પરિહારવિશુદ્ધિ સાથે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 348 349 350 351 352 353 354 355 356 357