Book Title: Tattvarthadhigama sutra Tika
Author(s): Umaswati, Umaswami, Dhirajlal D Mehta
Publisher: Jinshasan Aradhana Trust

Previous | Next

Page 353
________________ ૩૨૮ અધ્યાય : ૧૦-સૂત્ર-૭ તત્ત્વાર્થાધિગમસૂત્ર વધુ ૧૦૮ જીવો મોક્ષે જાય છે. એકી સાથે પુરુષો ૧૦૮, સ્ત્રીઓ ૨૦ અને નપુંસકો ૧૦ ઉત્કૃષ્ટથી મોક્ષે જાય છે. જઘન્યથી સર્વત્ર ૧ મોક્ષે જાય છે. (૧૨) અલ્પબહુવૈદ્વાર= થોડા જીવો ક્યાં મોક્ષે જાય અને વધારે જીવો કયાં મોક્ષે જાય? તે ક્ષેત્રાદિથી વિચારવું. જેમકે ભરત-ઐરાવતક્ષેત્રમાં થોડા મોક્ષે જાય અને મહાવિદેહક્ષેત્રમાંથી તેના કરતાં સંખ્યાતગણા મોક્ષ જાય છે. તે જ રીતે કાળથી ઉત્સર્પિણી-અવસર્પિણી કાળમાં થોડા મોક્ષે જાય છે. પરંતુ નોઉત્સર્પિણી નોઅવસર્પિણી-કાળમાં તેના કરતાં સંખ્યાત ગુણો મોક્ષે જાય છે. તથા લિંગ આશ્રયી નપુંસકલિંગે થોડા મોક્ષે જાય, તેનાથી સ્ત્રીલિંગ અને તેનાથી પુરુષલિંગે વધારે મોક્ષે જાય છે. ઇત્યાદિ વિચારવું. આ પ્રમાણે તત્ત્વાર્થાધિગમ સૂત્રના સંક્ષેપમાં સૂત્રો અને તેના અર્થો પૂર્ણ થયા. દશમો અધ્યાય સમાપ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 351 352 353 354 355 356 357