________________
૩૨૬
અધ્યાય : ૧૦-સૂત્ર-૭
તત્ત્વાર્થાધિગમસૂત્ર
૫, ચારિત્રોવાળા થઈને પણ મોક્ષે જવાય છે. પરંતુ
અત્તે તો યથાવાત ચારિત્રમાંથી જ મોક્ષે જવાય છે. (૭) પ્રત્યેકબુદ્ધબોધિતધાર= સ્વયં પોતાની મેળે બોધ
પામીને મોક્ષે જાય? કે અન્યના ઉપદેશને સાંભળીને જીવો મોક્ષે જાય? તેની વિચારણા. કેટલાક જીવો સ્વયં પોતાની મેળે પ્રતિબોધ પામીને મોક્ષે જાય છે. તેઓને સ્વયંબુદ્ધ કહેવાય છે. જેમકે તીર્થકર ભગવંતો, કેટલાક સંધ્યાના પલટાતા રંગતરંગો, મૃતકદેહ ઇત્યાદિ નિમિત્તો જોઈને સ્વયં વૈરાગ્યવાહી થઈ મોક્ષે જાય છે તે પ્રત્યેકબુદ્ધ, જેમકે કરકંડુ ઋષિ વગેરે. અને ઘણા જીવો ગુરુનો ઉપદેશ સાંભળીને વૈરાગ્યવાહી બની મોક્ષે જાય છે, તે બુદ્ધબોધિત કહેવાય છે. જેમકે ગૌતમસ્વામી આદિ. આ બુદ્ધબોધિતના પણ બે ભેદો છે. જે બીજાને ઉપદેશ આપીને મોક્ષે જાય તે પરબોધક બુદ્ધ બોધિત. અને આયુષ્ય અલ્પ હોવા આદિના કારણે બીજાને બોધ આપ્યા વિના જ મોક્ષે
જાય તેઓ સ્વેકારિ બુદ્ધબોધિત કહેવાય છે. (૮) જ્ઞાનદ્વાર= મતિજ્ઞાન આદિ પાંચ જ્ઞાનોમાંથી કયા કયા
જ્ઞાનોવાળા થઈને મોક્ષે જઈ શકાય છે? તો માત્ર કેવલજ્ઞાનમાંથી મોક્ષે જવાય. પરંતુ કેવળજ્ઞાનની પૂર્વે મતિ-શ્રુત એમ ૨ પણ હોય, મતિ-શ્રુત-અવધિ અથવા મતિ-શ્રુત-મન:પર્યવ એમ ૩ પણ હોય, અથવા મતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org