________________
૩૨૪ અધ્યાય : ૧૦-સૂત્ર-૭ તત્ત્વાર્થાધિગમસૂત્ર (૨) કાલદ્વાર= કયા ક્યા કાલે જીવ મોક્ષે જાય છે? ભારત
ઐરાવતક્ષેત્રમાં અવસર્પિણી કાળના ત્રીજા આરાના અન્તિમ ભાગમાં મોક્ષમાં જાય છે તથા ચોથા આરામાં જન્મેલા જીવો ચોથા આરામાં તથા પાંચમા આરાના પ્રારંભમાં મોક્ષે જાય છે. પરંતુ પહેલા-બીજા અને ત્રીજા આરાનો બહુભાગ જાય ત્યાં સુધીના કાળમાં જન્મેલા જીવો કોઈ મોક્ષે જતા નથી. તથા પાંચમા-છઠ્ઠા આરામાં જન્મેલા પણ કોઈ મોક્ષે જતા નથી. ઉત્સર્પિણીકાળમાં તેનાથી ઉલટું છે. પહેલા-બીજા આરામાં કોઈ મોક્ષે જતું નથી. ત્રીજા આરામાં તથા ચોથા આરાના પ્રારંભમાં મોક્ષે જવાય છે. ત્યાર પછીના ચોથા આરામાં તથા પાંચમાછઠ્ઠા આરાના સર્વકાળમાં મોક્ષે જવાતું નથી.
મહાવિદેહક્ષેત્રમાં નોઉત્સર્પિણીનો અવસર્પિણી કાળ હોય છે. ત્યાં સદાકાળ મોક્ષે જવાય છે. તથા અકર્મભૂમિ, હિમવંતાદિ પર્વતીય ભાગ, તથા લવણાદિ સમુદ્રવાળા સ્થાનોમાંથી સંહરણથી ગયેલા જીવો અથવા નંદીશ્વરાદિ તરફ ગમનાગમન કરતા જીવો અઢી દ્વીપ ઉપર હોય ત્યારે વિશુદ્ધ પરિણામથી મોક્ષે જાય છે. (૩) ગતિદ્વાર= ચાર ગતિઓમાંથી કઈ કઈ ગતિઓમાંથી
મોક્ષે જવાય છે? માત્ર મનુષ્યગતિમાંથી જ મોક્ષે જવાય છે. પરંતુ પૂર્વભવની અપેક્ષાએ ચારે ગતિમાંથી નીકળેલા જીવો મનુષ્યભવમાં આવી મોક્ષે જઇ શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org