Book Title: Tattvarthadhigama sutra Tika
Author(s): Umaswati, Umaswami, Dhirajlal D Mehta
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 347
________________ ૩૨૨ અધ્યાય ૧૦ -સૂત્ર-૬ તત્ત્વાર્થાધિગમસૂત્ર મોક્ષે જતા જીવોને મોક્ષે જવામાં ગતિ કરવાનાં નીચે મુજબ ૪ કારણો છે. (૧) પૂર્વપ્રયોગઃ પૂર્વકાળમાં આ જીવ યોગદશાથી ઘણું ચાલેલો છે, તેથી અત્યારે યોગદશા ન હોવા છતાં પણ પૂર્વકાળના ચાલવાના સંસ્કારના બળે અલ્પ કાળ ચાલે છે. જેમ હિંચકો ઘણીવાર ચલાવ્યા પછી પગના પ્રયત્ન વિના પણ થોડો કાળ ચાલે છે. (ર) અસંગત= ઘડા ઉપર જામેલો માટીનો લેપ પાણી વડે ઓગળી જવાથી જેમ ઘટ પાણીની ઉપર આવે છે. તેવી જ રીતે આ આત્મા ઉપર લાગેલો કર્મોનો લેપ ઓગળી જવાથી કર્મોનો સંગ દૂર થવાથી આ આત્મા ઊર્ધ્વગતિ કરે છે. (૩) બધચ્છદ= જેમ જેલના બંધનમાંથી છૂટતો ચોર ભાગે છે. પાંજરાના બંધનમાંથી છૂટતો વાઘ છલાંગ મારી દૂર જાય છે. કોશમાં (જીંડવામાં) રહેલું એરંડબીજ કોશ તુટતાં જ ઉડીને ઉપર જાય છે. તેમ કર્મોના બંધનોનો વિચ્છેદ થવાથી આ આત્મા સાત રાજ સુધી ઊર્ધ્વગતિ કરે છે. (૪) તથાગતિપરિણામ= જેમ ઘટ-પટ આદિ અજીવદ્રવ્યોનો નીચે બેસવાનો સ્વભાવ છે. તેમ બંધન મુક્ત એવા આ જીવનો ઉપર જવાનો સ્વભાવ છે. જેમ દીપકની જ્યોત ઊર્ધ્વગામી, પવન તિર્થો ગતિવાળો સ્વભાવથી જ છે. તેમ આ આત્મા સ્વભાવથી જ ઊર્ધ્વગતિ સ્વભાવવાળો છે. ઉપરોક્ત ચાર કારણોથી આ આત્મા ઊર્ધ્વગતિ કરે છે. ૧૦-૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357