________________
૩૨૦
અધ્યાય : ૧૦-સૂત્ર-પ તત્ત્વાર્થાધિગમસૂત્ર ઉત્તર :- ના, ભવ્યત્વ એટલે યોગ્યતા, અને અભવ્યત્વ એટલે અયોગ્યતા, જ્યાં સુધી વસ્તુની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જ યોગ્યતા અને અયોગ્યતાનો વ્યવહાર થાય. વસ્તુની પ્રાપ્તિ પછી યોગ્યતા-અયોગ્યતા કહેવાતી નથી. જેમ દીક્ષા ગ્રહણ ન કરેલી હોય તે જ જીવ દીક્ષાને માટે યોગ્ય અથવા અયોગ્ય કહેવાય છે. પરંતુ દીક્ષા લીધા પછી યોગ્ય કે અયોગ્ય કહેવાતા નથી. તેમ સિદ્ધના આત્માઓ નોભવ્ય અને નોઅભવ્ય કહેવાય છે.
હવે ક્ષાયિકભાવના ચાર ભેદો તેઓમાં હોય છે. (૧) કેવળજ્ઞાન (૨) કેવળદર્શન અને (૩) ક્ષાયિકસમ્યત્વ. તથા (૪) સિદ્ધત્વ. આ ચાર ભેદો ક્ષાવિકભાવના સિદ્ધાવસ્થામાં વિદ્યમાન છે. કારણ કે તે આત્માના ગુણ રૂપ છે. દાનાન્તરાયાદિ પાંચ અંતરાયનો ક્ષય થયેલ છે. તેથી તે દાનાદિ પાંચ લબ્ધિ પણ તેઓને છે જ. પરંતુ પુદ્ગલોનું આદાન-પ્રદાન નથી. માટે આ પાંચ લબ્ધિઓનો ઉલ્લેખ અહીં કરેલ નથી. ૧૦-૪.
તદનન્તરપૂર્ણ છત્રિોન્તાત્ ૧૦-૫ તદનન્તરમૂર્ધ્વ ગચ્છત્યાલોકાત્તાત્ ૧૦-૫ તદ્ અનન્તરમ્ ઊર્ધ્વ ગચ્છતિ આલોકાત્તાત્ ૧૦-૫
સૂત્રાર્થ : ત્યારબાદ તે જીવ લોકના છેડા સુધી ઉપર જાય છે. ૧૦-૫
ત્યારબાદ એટલે કે સર્વકર્મોનો ક્ષય થયા પછી ૧૪ રાજ પ્રમાણ જે આ લોક છે. તેના અન્ત સુધી તે જીવ જાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org