Book Title: Tattvarthadhigama sutra Tika
Author(s): Umaswati, Umaswami, Dhirajlal D Mehta
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 343
________________ ૩૧૮ અધ્યાય : ૧૦-સૂત્ર-૪ તત્ત્વાર્થાધિગમસૂત્ર આત્મા શુદ્ધ-બુદ્ધ-નિરંજન-નિરાકાર એવો અને સ્ફટિક જેવો અતિશય નિર્મળ બને છે. કર્મો નાશ થવાથી ફરીથી જન્મમરણ રૂપ સંસાર આવતો નથી. જેમ બીજ બળી જવાથી અંકુરા ઉગતા નથી. તેમ બંધહેતુ ન હોવાથી બંધ થતો નથી અને પૂર્વબદ્ધ સર્વ કર્મોની નિર્જરા થયેલી હોવાથી સર્વથા કર્મરહિત થયેલ આ આત્માને ફરી સંસાર આવતો નથી. ૧૦-૩. औपशमिकादि-भव्यत्वाभावाच्चान्यत्र केवलसम्यक्त्व-ज्ञान-दर्शनसिद्धत्वेभ्यः ૧૦-૪ ઔપશમિકાદિ-ભવ્યત્વાભાવાસ્યાખ્યત્ર કેવલ સમ્યકત્વ-જ્ઞાન-દર્શન-સિદ્ધત્વેભ્યઃ ૧૦-૪ ઔપથમિક-આદિ-ભવ્યત્વ-અભાવાત્ ચ અન્યત્ર કેવલ-સમ્યકત્વ-જ્ઞાન-દર્શન-સિદ્ધત્વેભ્યઃ ૧૦-૪ સૂત્રાર્થ : ઔપશમિકાદિ ભાવોનો (ઔપથમિક, ક્ષાયોપશમિક, ઔદયિક ભાવોનો તથા ભવ્યત્વનો અભાવ થવાથી, અને ફક્ત ક્ષાયિકસમ્યક્ત કેવલજ્ઞાન, કેવલદર્શન તથા સિદ્ધત્વ સિવાયના ક્ષાયિકભાવોનો પણ અભાવ થવાથી મોક્ષ થાય છે. ૧૦-૪ ભાવાર્થ- આ આત્મા જ્યારે મોક્ષે જાય છે ત્યારે ઔપથમિક-ક્ષાયિક-ક્ષાયોપથમિક-ઔદયિક અને પારિણામિક આ પાંચ ભાવોમાંથી કેટલા ભાવો રહે અને કેટલા ભાવોને અભાવ થાય તે આ સૂત્રમાં જણાવે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357