________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૧૦-સૂત્ર-૪ ૩૧૯
(૧) ઔપથમિકભાવ, (૨) ક્ષાયોપથમિકભાવ, અને (૩) ઔદયિકભાવ આ ત્રણ ભાવો કર્મોની અપેક્ષાવાળા હોવાથી અને આ મહાત્માને સર્વથા કર્મો ન હોવાથી આ ત્રણ ભાવો બીલકુલ હોતા જ નથી. આ ત્રણ ભાવોના સર્વે પેટા ભેદો (ર-૧૮-૨૧) પણ હોતા નથી.
બાકી રહેલા પારિણામિક અને ક્ષાયિક એ બે જ ભાવો હોય છે. તે બેમાંથી પ્રથમ પારિણામિકભાવ વિચારીએ. પારિણામિકભાવના ભવ્યત્વ-અભવ્યત્વ અને જીવ7 એમ ત્રણ ભેદો છે. તેમાંથી મોક્ષે જતા આ જીવમાં અભવ્યત્વ તો હતું જ નથી. ફક્ત ભવ્યત્વ અને જીવત્વ એમ બે ભેદોનો સંભવ હોઈ શકે છે. પરંતુ તેમાંથી ભવ્યત્વનો પણ હવે અભાવ થાય છે. ફક્ત જીવત્વ રહે છે. એટલે સંપૂર્ણપણે પરિણામિકભાવ ચાલ્યો જતો નથી. અંશથી રહે છે. માટે મૂલસૂત્રમાં “ઔપશમિકાદિ”માં આદિ શબ્દ લખીને ત્રણભાવોનો અભાવ લખીને ભવ્યત્વનો અભાવ જુદો લખ્યો છે. તથા ભવ્યત્વનો અભાવ લખીને પારિણામિક ભાવના ભવ્યત્વ, અભવ્યત્વ અને જીવ7 એમ ત્રણ જ ભેદ છે. એમ નહીં પરંતુ અસ્તિત્વ, ગુણવત્વ, અનાદિત્વ, અસંખ્યપ્રદેશિત્વ અને નિત્યત્વ વિગેરે ઘણા ભેદો છે. તેમાંથી ફક્ત ભવ્યત્વનો જ અભાવ હોય છે. (અભવ્યત્વ તો છે જ નહીં. શેષ પારિણામિક ભાવો હોય છે.) એમ જાણવું.
પ્રશ્ન - મોક્ષગત જીવોમાં જો ભવ્યત્વ ન હોય તો શું તે અભવ્ય બની જાય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org