Book Title: Tattvarthadhigama sutra Tika
Author(s): Umaswati, Umaswami, Dhirajlal D Mehta
Publisher: Jinshasan Aradhana Trust

Previous | Next

Page 348
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય ૧૦ -સૂત્ર-૭ ૩૨૩ ક્ષેત્ર-તિ-જાતિ-નિ-તીર્થ-ચરિત્ર-પ્રત્યેવૃદ્ધોધિતજ્ઞાનાવાદિનાન્તર-સંસ્થાપવહુવત: સાધ્યો: ૧૦-૭ ક્ષેત્ર-કાલ-ગતિ-લિંગ-તીર્થ-ચારિત્ર-પ્રત્યેકબુદ્ધબોધિતજ્ઞાનાવગાહનાન્તર-સંખ્યાલ્પબદુત્વતઃ સાધ્યાઃ ૧૦-૭ ક્ષેત્ર-કાલ-ગતિ-લિંગ-તીર્થ-ચારિત્ર પ્રત્યેકબુદ્ધબોધિતજ્ઞાન-અવગાહના-અન્તર-સંખ્યા-અલ્પબદુત્વતઃ સાધ્યાઃ ૭ સૂત્રાર્થ : ક્ષેત્ર, કાલ, ગતિ, લિંગ, તીર્થ, ચારિત્ર, પ્રત્યેકબુદ્ધબોધિત, જ્ઞાન, અવગાહના, અત્તર, સંખ્યા અને અલ્પબદુત્વ એમ કુલ ૧૨ દ્વારો વડે આ સિદ્ધના જીવોનું સ્વરૂપ જાણવા જેવું છે. ૧૦-૭ ભાવાર્થ- અઢી દ્વીપ પ્રમાણ મનુષ્યલોકમાંથી મોક્ષે જતા આત્માઓમાં નીચે મુજબ ૧૨ દ્વારો વિચારવા જેવાં છે. આવા પ્રકારનાં આ બાર દ્વારની વિચારણા કરવાથી સિદ્ધ પરમાત્માઓ સંબંધી ઘણું સ્વરૂપ જાણવા મળે છે. બોધવિશેષ થાય છે. વિશાળ જ્ઞાન માટે આ બાર દ્વારા જાણવાં જરૂરી છે. (૧) ક્ષેત્રદ્વાર= કયા કયા ક્ષેત્રોમાંથી જીવ મોક્ષે જાય છે? તેની વિચારણા. જન્મની અપેક્ષાએ ૫ ભરત, ૫ ઐરાવત, અને પ મહાવિદેહક્ષેત્ર એમ ૧૫ કર્મભૂમિમાં જન્મેલા હોય તે જ જીવો મોક્ષે જાય છે. સંહરણની અપેક્ષાએ ૪૫ લાખ યોજનવાળા રી દીપપ્રમાણ મનુષ્યલોકમાંથી સર્વત્ર મોક્ષે જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 346 347 348 349 350 351 352 353 354 355 356 357