________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય :૧૦ -સૂત્ર-૭ ૩૨૭
આદિ ચાર પણ હોઈ શકે છે. પરંતુ અન્ત તો કેવળજ્ઞાન
જ હોય છે. (૯) અવગાહના= શરીરની ઉંચાઇ, કેટલી ઉંચાઇવાળા
જીવો મોક્ષે જાય? ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુષ્ય ઉપર ધનુષ્ય પૃથત્વ અધિક અવગાહના યુક્ત કાયાવાળા જીવો મોક્ષે જાય છે અને જઘન્યથી ૨ હાથની કાયાવાળા મોક્ષે જાય છે. અને મધ્યમથી ૨ હાથથી કંઈક અધિકથી સાધિક ૫૦૦ ધનુષ્ય સુધીની તમામ અવગાહનાવાળા જીવો મોક્ષે જઈ શકે છે. પરંતુ તીર્થકર ભગવંતોની જઘન્ય અવગાહના સાત હાથ હોય છે. શરીરની જેટલી અવગાહના હોય તેના કરતાં બે તૃતીયાંશ ભાગની અવગાહના મોક્ષે જતાં
આત્માની હોય છે. (૧૦) અંતરદ્વાર= મોક્ષે જવામાં અંતર-વિરહ હોય કે ન હોય?
સતત પણ મોક્ષે જાય છે. અને આંતરું (વિરહ) પણ પડે છે. જો સતત મોક્ષે જાય તો ૧થી૮ સમય સુધી મોક્ષ જવાય છે. અને જો વિરહ પડે તો જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી છ માસનો વિરહ હોઈ શકે છે. મુક્તિમાં
ગયેલા સિદ્ધોની વચ્ચે ક્ષેત્રનું અંતર હોતું નથી. (૧૧) સંખ્યાદ્વાર= એક સમયમાં એકી સાથે કેટલા જીવો મોક્ષે
જાય? ઓછામાં ઓછો ૧ જીવ મોક્ષે જાય છે. અને વધુમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org