________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર
અધ્યાય : ૧૦-સૂત્ર-૩
૩૧૭
સૂત્રાર્થ : બંધના હેતુઓનો અભાવ થવાથી અને જુના કર્મોની નિર્જરા થવાથી કર્મોનો ક્ષય થાય છે. ૧૦-૨
ભાવાર્થ:- કર્મબંધના હેતુભૂત મિથ્યાત્વ-અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ રૂપ જે પાંચ બંધ હેતુઓ છે, તેઓનો અભાવ થવાથી હવે નવાં કર્મો બંધાતાં નથી. એટલે કે ક્રમશઃ સર્વ સંવરભાવ આવે છે. તથા જુનાં બાંધેલાં આ ચારે ઘાતીકર્મોનો ક્ષય થયેલ હોવાથી નિર્જરા થઇ કહેવાય છે. ત્યારબાદ તે કેવલીભગવાન્ આયુષ્યકર્મના સંસ્કારના વશથી શેષ અઘાતી કર્મોની પણ નિર્જરા કરતા છતા વિચરે છે. અન્ને બંધના હેતુભૂત યોગદશાનો પણ નિરોધ ક૨વા સ્વરૂપ સર્વ સંવરભાવ વડે અને ચાર અઘાતીકર્મોનો સર્વથા અભાવ કરવા સ્વરૂપ પૂર્વબદ્ધ કર્મોની સર્વથા નિર્જરા કરવા વડે કરીને આ જીવ મુક્તિ પદને પ્રાપ્ત થાય છે. અને તે અનંતકાળ સુધી રહે છે. ૧૦-૨
નર્મક્ષયો મોક્ષ: ૧૦-૩ કૃત્સ્નકર્મક્ષયો મોક્ષઃ કૃત્સ્ન-કર્મ-ક્ષયઃ મોક્ષઃ ૧૦-૩
૧૦-૩
સૂત્રાર્થ : સર્વ કર્મોનો ક્ષય તે મોક્ષ કહેવાય છે. ૧૦-૩
ભાવાર્થ:- કૃત્સ્ન એટલે સર્વ, બધાં જ કર્મોનો સંપૂર્ણપણે જે ક્ષય તે જ મોક્ષ કહેવાય છે. સર્વ કર્મોનો ક્ષય થવાથી આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org