Book Title: Tattvarthadhigama sutra Tika
Author(s): Umaswati, Umaswami, Dhirajlal D Mehta
Publisher: Jinshasan Aradhana Trust

Previous | Next

Page 340
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૯-સૂત્ર-૪૯ ૩૧૫ (૭) ઉપપાત= આ પાંચ પ્રકારના મુનિઓ મૃત્યુ પામી ક્યાં ઉત્પન્ન થાય ? (૧) મુલાકમુનિઓ-૮મા સહસ્ત્રાર દેવલોક સુધી જન્મે છે. (૨) બકુશમુનિઓ-૧રમાં અશ્રુત દેવલોક સુધી જન્મે છે. (૩) પ્રતિસેવનાકુશીલ-૧રમા અશ્રુત દેવલોક સુધી જન્મ છે. કષાયકુશીલ-સર્વાર્થસિદ્ધ સુધી ઉત્પન્ન થાય છે. (૪) નિગ્રંથમુનિઓ-(૧૧મા વાળા) સર્વાર્થસિદ્ધ સુધી ઉત્પન્ન થાય છે. (૧૨મા વાળા મૃત્યુ પામતા નથી). (૫) સ્નાતકમુનિઓ-કેવલજ્ઞાની નિર્વાણ પામીને મોક્ષે જાય છે. સ્નાતક સિવાયના શેષ ચારે પ્રકારના મુનિઓ જઘન્યથી પણ પલ્યોપમ પૃથકત્વની સ્થિતિવાળા સૌધર્મમાં જાય છે. (૮) સ્થાન= અધ્યવસાયસ્થાનો, તે તે મુનિઓમાં પરિણામની તરતમતા. પુલાક-બકુશ કષાયકુશીલ અને પ્રતિસેવના કુશીલ એમ આ ચાર પ્રકારના મુનિઓમાં કષાય-નિમિત્તક અને યોગનિમિત્તક એમ બન્ને રીતે અસંખ્ય-અસંખ્ય પ્રકારનાં અધ્યવસાય-સ્થાનો (સંયમસ્થાનો) હોય છે. અને નિગ્રંથ મુનિઓમાં માત્ર યોગનિમિત્તક જ અસંખ્ય સંયમસ્થાનો હોય છે. પરંતુ સ્નાતકમુનિઓ કેવલી હોવાથી એક જ સંયમસ્થાન હોય છે. (જુઓ ભાષ્ય ઉપરની ટીકા) નવમો અધ્યાય પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357