________________
૩૧૪
અધ્યાય : ૯-સૂત્ર-૪૯ તત્ત્વાર્થાધિગમસૂત્ર (૪) તીર્થ= તીર્થકર ભગવાન્ તીર્થની સ્થાપના કરે ત્યારથી
તે તીર્થ જ્યાં સુધી રહે ત્યાં સુધીના કાળમાં જે થાય તે તીર્થમાં થયેલી કહેવાય. અને તીર્થ વિના પણ એટલે કે તીર્થની સ્થાપના પૂર્વે પણ થાય તે અતીર્થ કહેવાય છે. પાંચ પ્રકારના મુનિઓ તીર્થમાં જ થાય છે. પરંતુ અપવાદે મરુદેવી માતાની જેમ નિગ્રંથ અને
સ્નાતક મુનિઓ અતીર્થમાં પણ થાય છે. (૫) લિંગ= રજોહરણ-મુહપત્તી-વસ્ત્રાદિ સાધુનો જે બાહ્યવેશ
છે. તે દ્રવ્યલિંગ, અને જ્ઞાનાદિ રત્નત્રયીની પ્રાપ્તિ તે ભાવલિંગ. પાંચ પ્રકારના મુનિઓને ભાવલિંગ હોય છે. પરંતુ દ્રવ્યલિંગ કોઈને હોય અને કોઈને ન પણ હોય જેમ કે જિનકલ્પાદિમાં રહેલા મુનિઓને ન પણ હોય. અને શેષ મુનિઓને સામાન્યથી હોય. તથા દિગંબરાસ્નાયમાં વસ્ત્ર પાત્રાદિ ન ભલે હોય પરંતુ મોર
પીછી અને કમંડળ હોય. એટલે દ્રવ્યલિંગ હોય છે. (૬) લેશ્યા= કયા ક્યા મુનિઓને કઈ કઈ વેશ્યા હોય તે
(૧) પુલાક મુનિને પાછલી (શુભ) ત્રણ લેશ્યા હોય છે (૨) બકુશ મુનિને છએ લેશ્યા હોય છે. (૩) કષાયકુશીલને પાછલી (શુભ) ત્રણ લેશ્યા હોય છે
પરંતુ પ્રતિસેવના કુશીલને છએ વેશ્યા હોય છે. (૪) નિગ્રંથ મુનિઓને માત્ર શુક્લલેશ્યા હોય છે. (૫) સ્નાતક-સયોગીકેવલીને શુકુલલેશ્યા, અને અયોગ
કેવલીભગવાન્ અલેશી હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org