________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૯-સૂત્ર-૪૯ ૩૧૩ આઠ દ્વારા ખાસ વિચારવા જેવા છે. કયા કયા મુનિઓને શું શું હોય છે? અને શું શું નથી સંભવતું? (૧) સંયમદ્વાર= કયા કયા મુનિઓને ક્યું કયું સંયમ હોય?
તે. પુલાક-બકુશ-અને પ્રતિસેવના કુશીલ એમ ત્રણ જાતના મુનિઓને સામાયિક અને છેદો પસ્થાપનીય એમ બે ચારિત્ર હોય છે. કષાયકુશીલને સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ અને સૂક્ષ્મસંપરાય એમ કુલ ચાર ચારિત્રો હોય છે. અને નિગ્રંથ તથા સ્નાતકમુનિઓને માત્ર એક યથાખ્યાત ચારિત્ર જ હોય છે. શ્રુત= કયા મુનિઓને કેટલું કેટલું શ્રુતજ્ઞાન હોય તે. પુલાક-બકુશ-અને પ્રતિસેવના કુશીલને વધુમાં વધુ સંપૂર્ણ ૧૦ પૂર્વનું. કષાય કુશીલને ચૌદપૂર્વનું, નિગ્રંથને પણ ચૌદપૂર્વનું અને સ્નાતક કેવલી હોવાથી શ્રુતજ્ઞાનથી રહિત હોય છે. પ્રતિસેવના= કયા મુનિઓ કેવા કેવા અપવાદો સેવે? પુલાક મુનિઓ બીજાના દબાણથી અહિંસાદિવ્રતોનું ખંડન કરે, પરંતુ પોતાની ઇચ્છાથી નહીં. બકુશ મુનિઓ શરીર અને ઉપકરણોની સરભરામાં જ રચ્યા-પચ્યા રહે, કષાયકુશીલ-ચારિત્રનો મૂળગુણ ન ભાંગે. પરંતુ ઉત્તરગુણોમાં દૂષણ લગાડે. નિગ્રંથ અને સ્નાતક વીતરાગ હોવાથી દોષ વિનાના હોય છે.
૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org